દરેક વ્યક્તિના જીવનમાં એવું લખ્યું નથી કે તેઓ અમીર બનશે, પરંતુ જેમના નસીબમાં હોય છે, તેઓ કોઈને કોઈ રીતે અમીર બની જાય છે, પછી ભલે તે લોટરી જીતીને ધનવાન બને. દુનિયામાં એવા ઘણા લોકો છે જેમણે લોટરીમાં કરોડો અને અબજો રૂપિયા જીત્યા છે. ફ્લોરિડામાં રહેતા એક કપલે પણ કંઈક આવું જ અજમાવ્યું હતું. તે પણ કરોડપતિ બનવા માંગતા હતા, તેથી તે હંમેશા લોટરીની ટિકિટ ખરીદતા રહ્યા, પરંતુ એક દિવસ તેમ ણે એવું પરાક્રમ કર્યું કે તે લોટરી જીતી ગયા, પરંતુ સત્યની જાણ થતાં જ તે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો.
કપલે છેતરપિંડીથી બે લોટરીની ટિકિટો જોડીને લોટરી જીતવાનો પ્રયાસ કર્યો હતો. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, લોટરી અધિકારીઓએ જણાવ્યું હતું કે કિરા એન્ડર્સ અને તેના બોયફ્રેન્ડ ડાકોટા જોન્સે કથિત રીતે બે ફાટેલી સ્ક્રેચ-ઓફ ટિકિટો સાથે જોડીને 10 લાખ ડોલર અથવા લગભગ 8 કરોડ 33 લાખ રૂપિયાની વિનિંગ ટિકિટ બનાવવાનો પ્રયાસ કર્યો હતો . શરૂઆતમાં લોટરી અધિકારીઓ પણ છેતરાયા હતા, પરંતુ બાદમાં જાણવા મળ્યું હતું કે લોટરી જીતવા માટે તેઓએ છેતરપિંડી કરી હતી.
લોટરી કંપની દ્વારા દંપતી સામે દાખલ કરવામાં આવેલા પોલીસ કેસમાં કહેવામાં આવ્યું છે કે બે લોટરીની ટિકિટો અડધી ફાડી નાખવામાં આવી હતી અને પછી એક ટિકિટનો ઉપરનો અડધો ભાગ બીજી ટિકિટના નીચેના ભાગમાં ચોંટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેઓએ ભૂલ કરી. તે ટિકિટોના સીરીયલ નંબર ચેક કરવાનું ભૂલી ગયો હતો અને આ નંબરથી તે પકડાઈ ગયા. એસ્કેમ્બિયા કાઉન્ટી શેરિફ ચિપ સિમોન્સે જણાવ્યું હતું કે એક બાજુનો સીરીયલ નંબર હતો અને બીજી બાજુનો બીજો સીરીયલ નંબર ન હતો. આ રીતે કપલની છેતરપિંડી સામે આવી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech