મહુવાના કુંડળ ઢસીયા વાડીમાં થી ઇંગ્લીશ દારૂ બિયર ટીનનાં જથ્થા સાથે એક ઝડપાયો

  • March 15, 2023 08:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

મહુવાના કુંડળ ઢસીયા વાડીમાં થી ઇંગ્લીશ દારૂ બિયર ટીનનાં જથ્થા સાથે એક શખ્સે લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડએ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી 

 પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર  એલ.સી.બી.પેરોલ ફર્લો  સ્ટાફનાં સ્ટાફ મહુવા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન મેહુલભાઇ મધુભાઇ સોલંકી રહે.કુંડળ ઢસીયા તા.મહુવાની વાડીમાં ઇગ્લીશ દારૂની હેરફેર થતી હોવાની માહિતી આધારે રેઇડ કરતાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા અશ્વિનભાઇ ઉર્ફે કાળીયો ધીરૂભાઇ શિયાળ ઉ.વ.૨૦,ને વિદેશી દારૂની નાની-મોટી બોટલ નંગ-૨૫૩૬ તથા બિયર ટીન-૪૮૦ ટ્રેક્ટર ટ્રોલી મોટરસાયકલ મળી કુલ રૂ.૧૧,૪૨,૦૪૦  મુદ્દામાલ ઝડપી સાથે ઝડપી લીધી હતી


જ્યારે ભાવેશભાઇ વીરાભાઇ વાસીયા શ્યામભાઇ પીઠાભાઇ ગઢવી રહે.મહુવા મેહુલભાઇ મધુભાઇ સોલંકી રહે.કુંડળ ઢસીયા,હીતેષભાઇ રવજીભાઇ સરવૈયા મોટી ઉંમરનો અજાણ્યો શખ્સ નાસી છૂટયા હોય

 વિરૂધ્ધ મહુવા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application