ICC T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાએ તેની છેલ્લી સુપર-8 મેચ 24 જૂને ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. ટીમ ઈન્ડિયાએ 24 રનથી જીત મેળવીને સેમીફાઈનલમાં પોતાની ટિકિટ મેળવી લીધી છે. જ્યાં સુધી ટ્રેવિસ હેડ અને કેપ્ટન મિશેલ માર્શ ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા મેચમાં ક્રિઝ પર હતા ત્યાં સુધી ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલી હતી. જ્યારે મિશેલ માર્શ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો ત્યારે તેને રિષભ પંતના કારણે તેને વધુ એક ચાન્સ મળ્યો હતો.
Never seen Hardik Pandya and Kohli abusing their players for catch drop like Rohit Sharma abused pant pic.twitter.com/lizl3Vo5dI
— Slayer (@Slayer_33_) June 25, 2024
ઓસ્ટ્રેલિયાએ ડેવિડ વોર્નરના રૂપમાં પ્રથમ વિકેટ સાત રનમાં ગુમાવી દીધી હતી. તે મેચની બીજી ઓવર હતી અને જસપ્રિત બુમરાહના બોલને માર્શે બોલને હવામાં ઉછાળ્યો હતો, જે રિષભ પંત તરફ ગયો. ઋષભ પંત કેચ માટે દોડ્યો, પરંતુ એવું લાગી રહ્યું હતું તે કંઈ સમજે તે પહેલા જ તેણે કેચ છૂટી ગયો હતો. પંતે કેચ છોડ્યો અને કેપ્ટન રોહિત શર્મા તરત જ ગુસ્સામાં અપશબ્દો બોલ્યો. આ સમય દરમિયાન જસપ્રીત બુમરાહ સમજી શક્યો ન હતો કે આ કેચ કેવી રીતે છૂટયો, તેની પ્રતિક્રિયા પણ જોવા જેવી હતી.
છ વિકેટે પ્રથમ વિકેટ ગુમાવનાર ઓસ્ટ્રેલિયન ટીમે 87 રનના સ્કોરે બીજી વિકેટ ગુમાવી હતી, જ્યારે માર્શ 37 રન બનાવીને કુલદીપ યાદવના બોલ પર અક્ષર પટેલના હાથે કેચ આઉટ થયો હતો. અક્ષરે બાઉન્ડ્રી લાઇન પર એક હાથે શાનદાર કેચ લીધો હતો. માર્શના આઉટ થયા બાદ ટ્રેવિસ હેડ ગ્લેન મેક્સવેલ સાથે મળીને સ્કોરને 128 રન સુધી લઈ ગયા હતા, પરંતુ મેક્સવેલના આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો એક પછી એક પેવેલિયન પરત ફર્યા હતા. ભારતે 20 ઓવરમાં પાંચ વિકેટે 205 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 181 રન જ બનાવી શકી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech