જામનગરમાં ડેન્ગ્યુના 1પ અને તાવ, શરદી, ઉધરસના 3પ0 કેસ

  • September 22, 2023 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખાનગી દવાખાનાની ઓપીડીમાં દર્દીઓનો વધારો: જી.જી. હોસ્પિટલમાં 1પ0 અને ખાનગી હોસ્પિટલમાં રપ0 થી વધુ કેસ નોંધાયા: ડેન્ગ્‌યુનો દરરોજ 4 થી પ કેસ નોંધાતા હોવાનું ખુલ્યું


જામનગર શહેરમાં છેલ્લા 4-5 દિવસથી રોગચાળામાં વધારો થયો છે અને ખાસ કરીને ડેન્ગ્યુના કેસોનું વધારે પ્રમાણ જોવા મળ્યું છે, દરરોજના ચાર થી પાંચ કેસ જી.જી. હોસ્પિટલમાં આવેલ છે અને ચાર દિવસમાં ડેન્ગ્યુના 1પ જેવા કેસ નોંધાયા છે ત્યારે જી.જી. હોસ્પિટલમાં 1પ0 અને ખાનગી હોસ્પિટલમાં ર00 થી વધુ તાવ, શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેકશનના કેસ નોંધાયા છે.


જાણવા મળતી માહિતી મુજબ ડેન્ગ્‌યુના કેસોમાં વધારો થઇ રહ્યો છે, આ અઠવાડીયામાં ડેન્ગ્યુના 1પ કેસ નોંધાઇ ચૂક્યા છે અને આજે પણ ત્રણેક જેટલા કેસ જી.જી. હોસ્પિટલમાં આવ્યા હોવાનું જણાવ્યું છે, છેલ્લા 1પ દિવસથી વાયરલ ઇન્ફેકશનના કેસોમાં પણ વધારો થતો ગયો છે. બે દિવસમાં જી.જી. હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેકશન, તાવ અને શરદીના કેસો 1પ0 અને ખાનગી હોસ્પિટલમાં ર00 થી વધુ દર્દીઓ હોવાનું ખુલ્યું છે, છેલ્લા કેટલાક સમયથી ખાનગી હોસ્પિટલોમાં પણ સામાન્ય તાવના કેસો પણ વધી રહ્યા હોય લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે.


કોર્પોરેશનના જણાવ્યા મુજબ તાવ, શરદી, ઉધરસ કે પેટમાં દુ:ખાવો હોય તો તાત્કાલિક અસરથી નજીકના આરોગ્ય કેન્દ્ર કે ડોકટરોની સલાહ લેવી હિતાવહ છે, હજુ પણ નવું પાણી આવી ગયું છે, જેને કારણે પેટના દર્દોના કેસો પણ વધી રહ્યા છે, છેલ્લા કેટલાક સમયથી ડેન્ગ્યુના કેસમાં રાહત હતી, હવે ડેન્ગ્યુના કેસ પણ વધતા ડોક્ટરોમાં પણ ચિંતાનો માહોલ છવાયો છે. ખાસ કરીને ખાનગી હોસ્પિટલોમાં ઓપીડીમાં દોઢથી બે કલાકે દર્દીનો વારો આવે છે અને સામાન્ય તાવ હોય તો પણ ચારથી પાંચ દિવસ તાવ ઉતરતો નથી.


ડેન્ગ્યુના દર્દીઓને સતત પાણી પીવાની અને બાટલા ચડાવવાની જર હોય, પાંચેક જેટલા દર્દીઓને પણ જી.જી. હોસ્પિટલમાં દાખલ કયર્િ હોવાનું પણ જાણવા મળે છે. રોગચાળો વધી રહ્યો છે જેની અસર ગામડામાં પણ જોવા મળે છે અને કેટલાક દર્દીઓને લઇને લોકો જી.જી. હોસ્પિટલમાં આવી રહ્યા હોવાનું બહાર આવે છે, આમ જામનગર શહેરમાં ડેન્ગ્યુ, વાયરલ ઇન્ફેકશન, તાવ, શરદી, ઉધરસના કેસોમાં સારો એવો વધારો થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application