જામજોધપુરમાં વિદેશી દારૂની બે પેટી સાથે એકની અટકાયત

  • August 07, 2023 05:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તેમજ ડીવાયએસપી ડી.પી. વાઘેલાએ પોલીસ સ્ટેશન વિસ્તારમાાં દારૂ જુગારની પ્રવૃતી સદંતર બંધ થાય તે અંગે અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, જામજોધપુર પોલીસ સ્ટેશન પીઆઇ વાય.જે. વાઘેલાના માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.


દરમ્યાન પો.હેડ કોન્સ. પ્રજ્ઞરાજસિંહ જાડેજા, દીલીપસિંહ જાડેજાને ખાનગી રાહે હકીકત મળેલ કે જામજોધપુર તાલુકાના ધોરીયાનેશમાં રહેતા રાજુ લક્ષમણ મોરી પોતાના રહેણાંક મકાના અંગ્રેજી દારૂનો જથ્થો વેચાણઅર્થે રાખી વેચાણ કરે છે તેવી ચોકકસ હકીકત આધારે રેઇડ કરતા ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની બોટલ ૨૪, કી. ૧૨૦૦૦ સાથે પકડી લીધો હતો, ધોરણસરની કાર્યવાહી કરી હતી. જયારે ખોડીયારનેશમાં રહેતો રાજુ કરશન ફરાર થઇ ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application