ઊના ઊના ગીરગઢડા પંથકમાં છેલ્લા ચાર દિવસથી અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર તો ક્યાંક ઝાંપટા વરસ્યા હતા. ત્યારે ઊના ગીરગઢડા પંથકમાં બપોર બાદ વાદળો ઘેરાતા વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અને ગીર જંગલ બોર્ડર વિસ્તારના જામવાળા ગામે અચાનક ભારે પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસવાનું શરૂ થયેલ અને ચાલુ વરસાદે ભારે પવનના સુસવાટા સાથે ધોધમાર વરસતા રસ્તા પરથી વાહનોને પસાર થવુ મુશ્કેલ બની ગયેલ હતું. અને ભારે પવન સાથે વરસાદથી આ વિસ્તારના ખેડૂતોના બાગાયતી પાકો કેસર કેરી આંબા પરથી ખરી પડેલ હતી. જેના કારણે બાગયતી પાક તેમજ ઉનાળુ પાકને ભારે નુકસાન થવા પામેલ છે. ગીરબોર્ડર વિસ્તારમાં વાતાવરણમાં પલ્ટો આવતા નજીકના ગીરગઢડાના જામવાળા ગામમાં અડધો કલાકમાં દોઢ થી બે ઇંચ વરસાદ ખાબકી ગયેલ હતો. જેના પગલે રસ્તા પર જાણે નદીઓ વહેતી થઇ હોય તેવા દ્રશ્યો જોવા મળેલ હતા. આ છેલ્લા ચાર દિવસથી ઊના ગીરગઢડા પંથકમાં કમોસમી વરસાદના કારણે તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના પાકને નુકસાન થવાથી હાથમાં આવેલો કોડીયો છીનવાય જતાં પાયમાય બની ગયેલ..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિલ્કી સોફ્ટ હેર માટે આ રીતે ઘરે જ બનાવો નેચરલ કંડિશનર
July 07, 2024 11:58 PMચહેરા પર આ રીતે કેળાની છાલનો કરો ઉપયોગ, નિસ્તેજ ત્વચામાં આવશે નિખાર
July 07, 2024 11:58 PMઝડપથી ઘટી રહ્યું છે પૃથ્વીનું પાણી, માત્ર આટલા સમયમાં 450 ઘન કિલોમીટર ભૂગર્ભજળ ઘટ્યું !
July 07, 2024 11:57 PMજાણો કોણ છે મુંબઈમાં BMW વડે મહિલાને ઉડાવી દેનાર મિહિર શાહ ?
July 07, 2024 11:54 PMએશિયા કપ 2024 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ 15 ખેલાડીઓને મળ્યું સ્થાન
July 07, 2024 11:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech