વાળને લાંબા, જાડા, મજબૂત, સિલ્કી અને ચમકદાર બનાવવા માટે વાળને કન્ડિશન કરવું ખૂબ જ જરૂરી છે. જો કે, કેમિકલ આધારિત કન્ડિશનર તમારા વાળના સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે. તેથી, તમારે ઘરે તમારા વાળ માટે કન્ડિશનર બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. આ કન્ડિશનર તમે પળવારમાં ઘરે જ બનાવી શકો છો. ઘરે કન્ડિશનર બનાવવા માટે તમારે કુદરતી વસ્તુઓની જરૂર પડશે.
કેમિકલ ફ્રી કંડીશનર બનાવવા માટે સૌથી પહેલા તમારે એક બાઉલમાં બે ચમચી મધ, બે ચમચી એલોવેરા જેલ અને ચાર ચમચી ઓલિવ ઓઈલ નાખીને આ ત્રણેયને સારી રીતે મિક્સ કરવું પડશે. આ વસ્તુઓને મિક્સ કરવાથી તમને ઔષધીય ગુણોથી ભરપૂર પેસ્ટ મળશે. જો તમને આ પેસ્ટ તમારા વાળ પર લગાવવા માટે ખૂબ જાડી લાગે છે, તો તમે તેમાં થોડું પાણી ઉમેરી શકો છો. આ પેસ્ટને એક બોટલમાં ભરી રાખો. તમે થોડા અઠવાડિયા સુધી આ કન્ડિશનરનો ઉપયોગ કરી શકો છો.
સૌ પ્રથમ, તમારા વાળને સારી રીતે ધોઈ લો જેથી તમારા વાળમાં કોઈ ગંદકી ન રહે. હવે આ હોમમેડ કન્ડિશનર તમારા વાળમાં લગાવો અને 20 મિનિટ રાહ જુઓ. લગભગ 20 મિનિટ પછી તમે હળવા શેમ્પૂથી વાળ ધોઈ શકો છો. આ કન્ડીશનરનો ઉપયોગ અઠવાડિયામાં બે વાર કરી વધુ સારા પરિણામો પ્રાપ્ત કરી શકાય છે.
આ કન્ડિશનરની મદદથી તમે તમારા વાળના સ્વાસ્થ્યને ઘણી હદ સુધી સુધારી શકો છો. મધ, એલોવેરા અને ઓલિવ ઓઈલમાં જોવા મળતા તમામ તત્વો તમારા વાળને સિલ્કી તો બનાવશે જ પરંતુ વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મેળવવામાં પણ મદદરૂપ સાબિત થશે. ઘરે બનાવેલ આ કુદરતી હેર કંડીશનર તમારા વાળને મજબૂત બનાવશે. એટલું જ નહીં, આ કન્ડિશનર તમારા વાળની ડ્રાયનેસ પણ દૂર કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહરીપર પાસે સોલાર પ્લાન્ટમાં થયેલી બે લાખના વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો
December 23, 2024 11:18 AMપોલીસે બરડા ડુંગરના સરમણિવાવ વિસ્તારમાં દારૂની ભઠ્ઠીનો કર્યો નાશ
December 23, 2024 11:18 AMઘર પાછળ કેમ આવે છે ? પૂછતાં યુવકને મારી નાખવાની ધમકી
December 23, 2024 11:17 AMજામનગરમાં રહેણાંક મકાનમાં ગેસની પાઇપમાં લીકેજ થતા રસોડામાં લાગી આગ
December 23, 2024 11:17 AMરાજકોટ યાર્ડમાં ૫૦ લાખ કિલો ડુંગળીની આવક; ભાવમાં કડાકો
December 23, 2024 11:17 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech