ફરી એકવાર વિશ્વનો સૌથી શાંતિપૂર્ણ દેશનો ખિતાબ આઇસલેન્ડના શિરે, ભારત 126માં સ્થાને

  • June 29, 2023 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌથી વધુ અશાંતિ વાળા દેશમાં કાંગો,દક્ષિણ સુદાન,સીરિયા,યમન,અફગાનિસ્તાનનો સમાવેશ



ગ્લોબલ પીસ ઈન્ડેક્સ (GPI) એ ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈકોનોમિક્સ એન્ડ પીસ (IEP) દ્વારા બનાવવામાં આવેલ એક અહેવાલ છે જે રાષ્ટ્રો અને પ્રદેશોની સંબંધિત શાંતિ સ્થિતિને માપે છે.જેમાં ફરી એકવાર આઇસલેન્ડ આઇસલેન્ડ સાબિત થયો છે.બીજા સ્થાન પર ડેન્માર્ક અને ભારત 126માં સ્થાને રહ્યો છે.સૌથી વધુ અશાંતિ વાળા દેશમાં મોખરે કાંગો દેશ છે.




હિંસક ગુનાઓમાં ઘટાડો, રાજકીય અસ્થિરતા અને પડોશી દેશો સાથેના સંબંધોમાં સુધારો થવાને કારણે ગયા વર્ષે દેશની એકંદર શાંતિમાં 3.5 ટકાનો સુધારો થયો છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સંઘર્ષ, સામાજિક સુરક્ષા અને લશ્કરીકરણ સહિત 23 પરિમાણો પર 163 દેશોનું મૂલ્યાંકન કર્યા પછી ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે.




ગ્લોબલ પીસ ઈન્ડેક્સની યાદો જાહેર કરવામાં આવી છે.જેમાં ફરી એકવાર આઇસલેન્ડ વિશ્વનો સૌથી શાંતિપૂર્ણ દેશ બન્યો છે.બીજા સ્થાને ડેન્માર્ક,ત્રીજા સ્થાને આયરલેન્ડ,ચોથા સ્થાને ન્યુઝીલેન્ડ અને પાંચમાં સ્થાને ઓસ્ટ્રિયા છે.જયારે ભારત 2022માં 135માં સ્થાને હતું.જે હવે સરકીને 126માં સ્થાને રહ્યંપ છે.




આઈસલેન્ડને 2008થી ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. તે પછી ડેનમાર્ક અને આયર્લેન્ડ છે. ગ્લોબલ પીસ ઈન્ડેક્સ-2023 અનુસાર સૌથી વધુ શાંતિપૂર્ણ દેશોની રેન્કિંગમાં યુરોપ અને એશિયાનું વર્ચસ્વ છે. જ્યારે સિંગાપોર, પોર્ટુગલ, સ્લોવેનિયા, જાપાન અને સ્વિટ્ઝર્લેન્ડ ટોપ 10માં સામેલ છે. ગ્લોબલ પીસ ઈન્ડેક્સમાં ભારતને 126મું સ્થાન મળ્યું છે.




સૌથી અશાંતિ વાળા દેશોમાં કાંગો 159માં,દક્ષિણી સુડાન 160માં,સીરિયા 161માં,યમન 162માં અને અફગાનિસ્તાન 163માં સ્થાને રહ્યું છે.




ગયા વર્ષે વિશ્વના 84 દેશોમાં સુધારો થયો હતો. જ્યારે 79 દેશોમાં શાંતિમાં ઘટાડો થયો હતો. વૈશ્વિક શાંતિના સરેરાશ સ્તરમાં 0.42 ટકાનો ઘટાડો નોંધાયો છે. યુરોપ વિશ્વનો સૌથી શાંતિપૂર્ણ દેશ છે. આ પ્રદેશ સાત ટોચના શાંતિપ્રિય દેશોનું ઘર છે. અન્ય ત્રણ સૌથી શાંતિપૂર્ણ દેશો એશિયા-પેસિફિક ક્ષેત્રમાં છે.



ઈન્ડેક્સમાં ભારતના પડોશી દેશોમાં ભૂટાન 17માં, નેપાળ 79માં, બાંગ્લાદેશ 88માં અને પાકિસ્તાન 146માં ક્રમે રહ્યું છે. 91 દેશો કોઈને કોઈ રૂપમાં બાહ્ય સંઘર્ષથી પ્રભાવિત થયું છે. 2008માં આ આંકડો 58 હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application