6 અને 13 ડિસેમ્બરની ઓખા-પુરી એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે

  • December 06, 2023 09:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

6 અને 13 ડિસેમ્બરની ઓખા-પુરી એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે

દક્ષિણ મધ્ય રેલવેમાં આવેલ સિકંદરાબાદ અને વિજયવાડા ડિવિઝનમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરી ના લીધે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-પુરી અને પુરી-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.



 6 અને 13 ડિસેમ્બર, 2023ના રોજ ઓખાથી ઊપડતી ટ્રેન નંબર 20820 ઓખા-પુરી એક્સપ્રેસ અને 10 અને 17મી ડિસેમ્બર, 2023ના રોજ પુરીથી ઊપડતી ટ્રેન નંબર 20819 પુરી-ઓખા એક્સપ્રેસને આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા વિજયનગરમ, રાયગઢ, ટિટિલાગઢ, રાયપુર અને નાગપુર થઈને દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેનો નહીં જાય તેમાં ચંદ્રપુર, બલ્હારશાહ, સિરપુરકાગજનગર, મંચિર્યાલ, રામગુંડમ, વરંગલ, રાયનપાડુ, વિજયવાડા, ગુણઢલા, એલુરુ, રાજમંડ્રી, સામલકોટ, અનાકાપલ્લી અને વિશાખાપટ્ટનમનો સમાવેશ થાય છે.


 રેલવે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે  www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application