ઓખા-અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન વધુ ૩ મહિના લંબાવાઈ

  • June 30, 2023 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા ઓખા- અમદાવાદ- ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિશેષ ભાડા સાથે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસ સુધી લંબાવવામાં આવ્યા છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર, શનિવારે રાત્રે 11:25 વાગ્યે અમદાવાદથી ઉપડતી નંબર 09435 અમદાવાદ - ઓખા સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન 30 સેપ્ટેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી છે.


વળતા રવિવારે રાત્રે 11:45 વાગ્યે ઓખાથી ઉપડતી નંબર 09436 ઓખા- અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન 01 ઓક્ટોબર, 2023 સુધી લંબાવવામાં આવી છે. આ ટ્રેનોનો રાજકોટથી ઓખા જવા માટેનો સમય વહેલી સવારે 04:10 વાગ્યે તેમજ રાજકોટથી અમદાવાદ જવા માટેનો સમય વહેલી સવારે ૪ વાગ્યાનો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application