અંબાજી શક્તિપીઠના સુવર્ણ શિખર માટે માંના ચરણોમાં ૧ કિલો સોનું અર્પણ

  • November 22, 2023 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિ,ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતા શ્રી આરાસુરી અંબાજી માતાના મંદિરે રોજબરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે, અંબાજી દેશના ૫૧ શક્તિપીઠમા આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. માતાજીના મંદિરમાં માઈ ભક્તો દૂરદૂર થી દર્શન કરવા આવી રહ્યા છે અને દાન ભેટ પણ આપી રહ્યાં છે. ત્યારે હાલમા દિવાળીનાં તહેવાર નિમિત્તે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે અને સંઘ સાથે ધજા લઈને માતાજીનાં દર્શન કરી રહ્યા છે.


અંબાજી મંદિર અડધા ભાગ સુધી સોનાથી બનવા પામેલ છે. અંબાજી મંદિર સુવર્ણ શિખર બનાવવા માટે માઈ ભક્તો ભારે આસ્થા સાથે સોનું દાન આપી રહ્યા છે. ત્યારે બદરખા ગામના માઇ ભક્તે પોતાની મનોકામના પૂર્ણ થતા અંબાજી મંદિર ખાતે સંઘ લઈને પહોંચ્યા હતા જ્યાં તેમણે એક કિલો સોનુ ભેટ આપ્યું હતું. જેની કિંમત ૬૨ લાખ રૂપિયા છે. અંબાજી મંદિરમાં અત્યાર સુધી અનેક ભક્તોએ સુવણ શીખર માટે સોનુ ભેટ આપ્યું છે ત્યારે હજુ પણ ભક્તો સુવર્ણ શિખર માટે સોનુ ભેટ આપી રહ્યા છે.


આરાસુરી અંબાજી માતા મંદિર ગુજરાત રાજ્યના બનાસકાંઠા જીલ્લાના દાતા તાલુકામાં આવેલું છે, જે એક પુરાણપ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી તીર્થમાં લાખો ભાવિક ભક્તિનો માતાના દર્શને રોજબરોજ આવતા હોય છે. તેમની સુખ અને સુવિધાઓ જળવાઈ રહે સાથે સાથે માનસિક શાંતિ અને શક્તિ પણ મેળવે તે માટે મંદિરનો જીર્ણોધ્ધાર કરી શિખરની કામગીરી પૂર્ણ કરી સુવર્ણ કળશો પ્રતિષ્ઠિત કરેલ છે. ૩૫૮ સુવર્ણ કળશ ધરાવતું ભારતભરમાં એક માત્ર શક્તિપીઠ છે. ૫૧ શક્તિપીઠોમાં હૃદયસમુ અંબાજી લાખો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application