છેલ્લા છ ટ્રેડિંગ દિવસોથી શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે અને શેરબજારમાં જે ઘટાડો થયો છે તેને કારણે રોકાણકારોને આશરે 25 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આજે મંગળવારે પણ શેરબજાર માઈનસમાં ખુલ્ય બાદ ચૂંટણીના વલણમાં હરિયાણામાં ભાજપ્ની સ્થિતિ સુધરતાં શેરબજાર પણ સુધર્યું હતું અને 300 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. જોકે, આજનો દિવસ શેરબજારમાં ભારે ઉથલપાથલનો રહેશે તે નિશ્ચિત છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું અને તેની અસર વૈશ્વિક બજાર સહિત ભારતીય શેર માર્કેટમાં પણ જોવા મળી રહી છે. શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો અને આ સમય દરમિયાન રોકાણકારોને કરોડોનું નુકસાન થયું છે.
સોમવારે શેરબજારો ઉછાળા સાથે ખુલ્યા હતા, પરંતુ ત્યારબાદ ઘટાડો જોવા મળ્યો હતો. શેરબજાર બંધ થયું ત્યાં સુધીમાં સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટ્સ અને નિફ્ટી લગભગ 200 પોઈન્ટ્સ તૂટ્યો હતો. આટલું જ નહીં છેલ્લા 6 દિવસથી શેરબજારમાં જે ઘટાડો થયો છે તેને કારણે રોકાણકારોને આશરે 25 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ઈરાન અને ઈઝરાયલના યુદ્ધ, ચીનના બજારમાં ઉછાળો અને ભારતમાં બે રાજ્યોમાં ચૂંટણી પછીના એક્ઝિટ પોલની અસર બજાર પર જોવા મળી હતી.
સેન્સેક્સમાં લિસ્ટેડ કંપ્નીઓની ગ્રોસ માર્કેટ કેપિટલાઇઝેશન સોમવારે આશરે રૂ. 461 લાખ કરોડથી ઘટીને રૂ. 452 લાખ કરોડ થઈ હતી એટલે કે રોકાણકારોને અંદાજે 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. છેલ્લા છ દિવસમાં રોકાણકારોને અંદાજે રૂ. 25 લાખ કરોડનું નુકસાન થયું છે. આ વર્ષે પહેલી વખત બજારમાં સતત છ દિવસ ઘટાડો જોવા મળ્યો હતો. 27 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબરની વચ્ચે સેન્સેક્સમાં 4000થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો છે અને આ સમયગાળા દરમિયાન નિફ્ટીમાં પણ 1300 પોઈન્ટનો ઘટાડો થયો છે.
નિષ્ણાતોનું કહેવું છે કે હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના એક્ઝિટ પોલના પરિણામો માર્કેટને પસંદ ન પડ્યા હોય એવું લાગી રહ્યું હતું એટલા માટે સોમવારે માર્કેટ લાલ નિશાન પર બંધ થયું હતું. હવે આજે મંગળવારે ચૂંટણી પરિણામો પણ શેરબજાર પર ભારે અસર પાડશે એવું લાગી રહ્યું છે. આજે પરિણામોના દિવસે સવારે જયારે હરિયાણા અને કાશ્મીર બંનેના વલણ કોંગ્રેસ તરફ આવતા બજાર નેગેટીવમાં ચાલ્યું ગયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકલ્યાણપુરની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ
December 23, 2024 11:29 AMજામનગરમાં અન્નપુર્ણા માતાજીના મહાપ્રસાદનો લાભ લેતાં હજારો ભક્તો...
December 23, 2024 11:23 AMકેશોદમાં વેપારી પરિવારના ઘરમાં ૨૨.૩૫ લાખની ચોરી
December 23, 2024 11:22 AMઅલ્લુ અર્જુનના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરનાર 6 આરોપીના જામીન મંજૂર
December 23, 2024 11:21 AMજેતપુરના કેમિકલ યુક્ત પાણી પ્રશ્ને 26 ડિસેમ્બરે ગુજરાતના દરિયાકાંઠાના ગામો રહેશે બંધ
December 23, 2024 11:21 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech