"હાય રે જાની હાય હાય"ના નારા સાથે રાજકોટમાં એમ.જે.કુંડલિયા કોલેજ ખાતે NSUIનો વિરોધ : તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ 

  • September 25, 2023 02:07 PM 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અવારનવાર વિવાદોના વાદળોમાં ઘેરાયેલી રહેતી હોય છે. ત્યારે હાલમાં જ ફરી એક પ્રોફેસર અને ગાઈડ સામે યૌન શોષણના લાગેલા આક્ષેપને લઇને શિક્ષણજગતમાં ભારે ચર્ચા ઉઠી છે. પીએચડી કરતી વિદ્યાર્થીનીએ ગાઈડ અને પ્રોફેસર જ્યોતીન્દ્ર જાની પર યૌન શોષણનો આક્ષેપ કર્યો છે. ત્યારે આજે એમ.જે.કુંડલિયા કોલેજ ખાતે ટ્રસ્ટીઓની બેઠક મળી છે ત્યારબાદ સસ્પેન્ડ અંગે નિર્ણય લેવામાં આવશે. એ પહેલા રાજકોટ શહેર NSUI એમ.જે.કુંડલિયા કોલેજ ખાતે પહોંચ્યા હતા અને જાની હાય હાયના નારા લગાવી પ્રોફેસરને સસ્પેન્ડ કરવાની ઉગ્ર માંગ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application