હવે ઓનલાઇન શોપિંગ પ્લૅટફૉર્મ પર દરેક જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ છે. પરંતુ શું તમે જાણો છો કે અહીં ઘર પણ ઉપલબ્ધ છે? ઘણા યુવાનો હવે પોતાનું ઘર મેળવવાનું સપનું પૂરું કરી રહ્યા છે. તેઓ ઓછા ભાવે તૈયાર આલીશાન મકાનો ખરીદી રહ્યા છે. આ ઘરો એમેઝોન પર વેચાઈ રહ્યા છે.
ઘર કેવી રીતે ભરેલું આવે છે અને અંદરથી કેવું દેખાય છે, આ બધું એક વીડિયોમાં બતાવવામાં આવ્યું છે. સૌથી વધુ અમેરિકામાં આની ખરીદી થઈ રહી છે. દેશમાં મકાનોની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને લોકોને હવે આ ઘર પોસાય તેવું લાગી રહ્યું છે. ૨૫-૩૦ વર્ષ સુધીના યુવાનો એજ્યુકેશન લોન અને અન્ય ખર્ચાઓને કારણે પોતાનું ઘર ધરાવવાનું સ્વપ્ન પૂર્ણ કરી શકતા નથી. પરંતુ હવે તેઓ પૂરજોશમાં આ ઘર ખરીદી રહ્યા છે.
એક કન્ટેન્ટ ક્રિએટરે સોશિયલ મીડિયા પર ઘરનો એક વીડિયો શેર કર્યો અને લખ્યું, 'મેં હમણાં જ એમેઝોન પરથી ઘર ખરીદ્યું છે.' જેફરી બ્રાયન્ટ નામના આ ૨૩ વર્ષના વ્યક્તિનો વીડિયો ૮.૬ મિલિયનથી વધુ લોકોએ જોયો છે. ઘર વિશે તેણે કહ્યું, 'એકવાર મેં જોયું તો બે વાર વિચાર્યું પણ નહીં.' ગયા સપ્તાહના અંતે, બ્રાયન્ટે ૨૬,૦૦૦ ડોલર (આશરે રૂ. ૨૧ લાખ) કરતાં થોડી વધુ કિંમતે ૧૬.૫×૨૦ ફૂટનું ઘર ખરીદ્યું હતું.
અહેવાલ મુજબ, બ્રાયન્ટે જણાવ્યું હતું કે તેણે તાજેતરમાં તેના સ્વર્ગસ્થ દાદાની એસ્ટેટમાંથી વારસામાં મળેલા નાણાંનો ઉપયોગ કરીને ફોલ્ડ-આઉટ ફ્લેટ ખરીદ્યો હતો. તેમાં રસોડું, લિવિંગ રૂમ, બેડરૂમ અને બાથરૂમ છે. તેમાં પ્રી-ઇન્સ્ટોલ કરેલ ટોઇલેટ અને શાવર પણ છે.
બ્રાયન્ટે કહ્યું, 'મેં તેને યુટ્યુબ પર જોયું. પછી હું વેબસાઇટ પર ગયો અને ઘરનો ઓર્ડર આપ્યો. મેં તેને બેઘર લોકોને મદદ કરવા માટે ખરીદ્યું છે. તેણે વધુમાં જણાવ્યું કે તે હવે જમીન શોધી રહ્યો છે. જેના પર તે આ ઘર રાખી શકે. તે કહે છે કે મારી ઉંમરના લોકો કહે છે કે અમે ઘર ખરીદી શકતા નથી, પરંતુ હું સાબિતી છું કે મેં તેને શક્ય બનાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech