હવે ઘરે મોબાઈલ ફોનથી જ આપી શકાશે ડ્રાઈવિંગ ટેસ્ટ, જાણો સમગ્ર વિગતો

  • February 25, 2023 12:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાગરીકો માટે કેન્દ્ર સરકારે વધુ એક ખાસ જોગવાઈના આદેશ છે. કેન્દ્ર સરકારે આદેશ આપતાં જણાવ્યું છે કે હવે લર્નિંગ લાયસન્સની પરીક્ષા ઘર બેઠા મોબાઈલથી જ આપી શકાશે. જોકે આ મામલે કેટલાક ચોક્કસ નિયમો પણ જાહેર કરાયા છે. ગેરરીતિ વગર ઘરે બેઠા લર્નિગ લાયસન્સ મળે તે માટે વ્યવસ્થા કરવાનું કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે.

કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલા અભ્યાસક્રમ શીખ્યા બાદના 7 દિવસમાં કેન્દ્ર સરકારના પોર્ટલ અથવા મોબાઈલમાં પણ અરજદાર  પરીક્ષા આપી શકશે. આ પરીક્ષા માટે સ્પેશિયલ ફેસ રેકગ્નાઈઝેશન અને આધારકાર્ડ બેઝ સિસ્ટમની ગોઠવણી કરવામાં આવશે.


આ લર્નિંગ લાયસેન્સ મેળવવા માટે RTOની ઓફિશિયલ વેબસાઈટ sarathi.parivahan.gov.in પર ઓનલાઈન અરજી ફોર્મ ફીલ કરવું પડશે. અહીં રાજ્યનું નામ પસંદ કર્યાં પછી, એપ્લાય ફોર લર્નર્સ લાયસન્સના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. અહીં આધાર નંબર પરથી અરજી કરવાનો વિકલ્પ પસંદ કરો અને ઘરેથી જ ટેસ્ટ આપવાના વિકલ્પને પસંદ કરો. આ બાદ આધાર કાર્ડની માહિતી અને મોબાઈલ નંબર સબમિટ કરાવી અને OTP દાખલ કરો. નિયમો અને શરતો સ્વીકારી પ્રમાણીકરણ બટન પર ક્લિક કરો. પછી લાઇસન્સ ફી માટે ચુકવણી મોડ પસંદ કરો. પછી 10 મિનિટનો ડ્રાઇવિંગ સૂચનાનો વીડિયો જોવાનો રહેશે. વીડિયોના અંતે તમને મોબાઈલ નંબર પર એક OTP અને પાસવર્ડ મળશે. જરૂરી દસ્તાવેજો અને ચોક્કસ ફીઝ ભર્યા બાદ અરજી સ્વીકારવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application