રાજકોટ સહિત રાજ્યભરના હજારો કરદાતાઓને ટેકસ ડિડકશન મુદ્દે નોટિસ

  • August 11, 2023 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૦દી'માં પુરાવા આપો : પીએફ, વીમાનું વ્યાજ, મ્યુચ્યુઅલ ફંડસ, શિક્ષણ ફી સહિત રોકાણમાં ડોકયુમેન્ટસ રજૂ કર્યા વિના ટેકસ ડિડકશનનો દાવો કરનાર આઇટીની નજરમાં




આઇટી રિટર્ન ભરવાની મુદત ૩૧ જુલાઇએ પુરી થયા બાદ ૧૦ દિવસમાં જ કરદાતાઓએ ટેકસ ડીડકશનમાં લીધેલી છૂટને લઇ ઇન્કમટેકસ વિભાગે રાજકોટ સહિત રાજ્યભરના હજારો કરદાતાઓને નોટીસ ફટકારી છે અને આ નોટીસનો જવાબ આપવા માટે ૧૦ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.





પગારદાર અને સિનિયર સિટીઝનોએ તા.૩૧ જુલાઇએ તેમનું રિટર્ન ફાઇલ કરી દીધું છે. આ વર્ષે સાત કરોડ રેકોર્ડ બ્રેક રિટર્ન ફાઇલ થયા હતાં પરંતુ કરદાતાઓએ પ્રોવિડન્ડનું વ્યાજ, વીમા વ્યાજ, હાઉસિંગ લોનનું વ્યાજ, ભાડા ચૂકવણી, એયુકેશન ફી, મ્યુચ્યુઅલ ફંડસ અને ફિકસ ડિપોઝિટમાં કરેલા રોકાણને લઇ કરદાતાઓએ ટેકસ ડીડકશનનો દાવો કર્યેા હતો. જેમાં મોટા ભાગના કરદાતાઓએ આ બાબતના ડોકયુમેન્ટસ રજૂ કર્યા ન હતાં. આથી ઇ–વેરીફીકેશન માટે ઇન્કમટેકસે નોટીસ ફટકારી ૧૦ દિવસમાં ખુલાસો આપવા માટે તાકીદ કરવામાં આવી છે.





જો કરદાતાઓ આ ડોકયુમેન્ટસ રજૂ નહીં કરી શકે તો ટેકસની ડિમન્ડ કરવામાં આવશે. એકંદરે જેમને વગર ડોકયુમેન્ટસએ ટેકસ ડિડકશનનો લાભ લીધો છે તેમના પર ૩૦ ટકા ટેકસ લાગશે. હજુ કરદાતાઓને રિફડં ભલે નથી મળ્યું પરંતુ નવી જવાબદારી માથે આવી પડતા કરદાતાઓએ ટેકસ કન્સલ્ટન્ટને ફોન ઘુમાવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application