એસબીઆઇ અને ડીસીબીને નોટિસ: ૧૬ પ્રોપર્ટી સીલ

  • May 05, 2023 05:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટના નવ નિયુકત યુવા મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલએ વર્ષના ૩૬૫ દિવસ મિલકત વેરા વસુલાત માટેની સિલિંગ ઝુંબેશ ચાલુ રાખવા આદેશ કર્યા બાદ હવે બેંકો, ફાઇનાન્સ કંપનીઓ સહિતની નાણાકીય સંસ્થાઓના બિલ્ડીંગનો બાકી વેરો વસૂલવા કાર્યવાહી શ કરાઇ છે જે અંતર્ગત ગઈકાલથી તમામ બેન્ક બિલ્ડીંગના બાકી વેરાની તપાસ હાથ ધરાઇ છે. દરમિયાન આજે બાકી વેરો વસૂલવા ડીસીબી અને એસબીઆઈની બે શાખાઓને ટેકસ બ્રાન્ચએ નોટિસ ફટકારી હોવાનું અધિકારીઓએ જાહેર કયુ હતું. દરમિયાન આજે શહેરમાં બાકીદારોની ૧૬ મિલ્કતોને સીલ તથા ૧૯ મિલ્કતોને ટાંચ જી નોટીસની બજવણી કરી ા.૧.૪૬ કરોડ રીકવરી કરાઇ હતી.




વધુમાં મહાપાલિકાની ટેકસ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ આજની રિકવરી ડ્રાઈવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે વોર્ડ નં–૧માં ૧૫૦ ફટ રીગ રોડ પર આવેલ ૧–યુંનીટ નાં બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકાવરી .૫૦,૫૮૯, વોર્ડ નં–૨માં એરપોર્ટ રોડ પર આવતા જલારામ લોર મિલ સીલ, વોર્ડ નં–૩માં ભારતીનગરમાં આવેલ ૧–યુંનીટનાં બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૭૨,૮૦૦, વોર્ડ નં–૩માં સિદ્ધિ વિનાયક કોમ્પલેક્ષમાં શોપ નં–૧૨,૧૩,૨૨ને નોટિસ, વોર્ડ નં.૪માં મોરબી રોડ પર આવેલ ૪–યુનિટની નોટીસ સામે રીકવરી .૮૬,૧૨૦, મોરબી રોડ પર આવેલ ૬ યુનિટને નોટિસ, વોર્ડ ન–ં ૫માં કુવાડવા રોડ પર આવેલ ૧–યુનિટ સીલ, કુવાડવા રોડ પર આવેલ ૧–યુનિટને નોટીસ, બી.કે.સ્કુલ માં ૧ યુનિટની નોટિસ, વોર્ડ નં–૬માં આર..એચ.પ્લાઝા શોપ નં–૮ ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૨.૧૯ લાખ, બ્રાહ્મનીયા પરા માં ૧–યુનિટ નાં બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૪૪,૨૭૧, સતં કબીર રોડ પર આવેલ ૪–યુનિટને નોટીસ, રણછોડનગરમાં આવેલ ૧–યુનિટનાં બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૫૭,૯૨૦, વોર્ડ નં–૭માં સદરબજારમાં આવેલ ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કર્યવાહી કરતા રીકવરી .૭૯,૧૧૦, વોર્ડ નં–૯માં ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ નક્ષત્ર–૩ ફસ્ર્ટ લોર શોપ નં–૧૦૨ ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૮૩ લાખ, સાધુ વાસવાની રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માંગણા સામે સીલ કાર્યવાહી કરતા રીકવરી .૪૭,૪૯૨, વોર્ડ નં.૧૦માં યુની.રોડ પર આવેલ કોર્નર કોમર્શીયલ કોમ્પ્લેક્ષ શોપ ન–૧ નાં બાકી માંગણા સામે સાલેની કાર્યવાહી કરતા રીકવરી .૨૪,૭૬૮, કાલાવડ રોડ પર આવેલ ધી એપીરેયા કોમ્પલેક્ષ શોપ ન–૬ નાં બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૭૦,૭૮૦, યુની.રોડ પર આવેલ શાતિવના સોસાયટીમાં ગ્રાઉન્ડ લોર શોપ ન–૨ નાં બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૩૦,૧૯૧, સદગુ નગર માં ૧–યુનિટ નાં બાકી માંગણા સામે સિલની કાર્યવાહી કરતા રીકવરી .૪૧,૨૯૫, વોર્ડ નં.૧૪માં ઢેબરભાઈ રોડ ઉપર આવેલ ડી.સીબી.બેન્ક માં ૧–યુનીટને નોટીસ, ભકિત નગરમાં આવેલ એસ.બી.આઈ માં નોટિસ,વોર્ડ નં–૧૫માં
દુધસાગર રોડ પર આવેલ ૧–યુનિટને નોટિસ, વોર્ડ નં–૧૬માં કોઠારિયા રોડ પર આવેલ ૧–યુનિટનાં બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૫૯,૪૪૦, વોર્ડ નં–૧૮માં કોઠારિયા રોડ પર આવેલ ૧–યુનીટનાં બાકી માંગણા સામે સિલની કાર્યવાહી કરતા રીકવરી .૮૫,૦૦૦ સહિતની કાર્યવાહી આજે બપોરે સુધીમાં કરાઈ હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application