ઉત્તર ભારતમાં ઉનાળાએ રગં બતાવવાનું શરૂ કર્યું

  • April 07, 2023 02:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



એક તરફ ગુજરાતમાં ગરમી વધવાની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે તો બીજી તરફ ઉત્તરભારતમાં ગરમી શ થઇ ગઈ છે.



વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે માર્ચના અંતમાં સક્રિય બન્યું હતું તે હવે નબળું પડી ગયું છે. જેના કારણે ઘણા દિવસોથી યુકિતઓ રમી રહેલા હવામાનમાં પલટો આવવાનો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં આગામી ૫ દિવસ સુધી હવામાન સામાન્ય રહેવાનું છે. જો કે, મહારાષ્ટ્ર્ર, દક્ષિણ ભારત અને પૂર્વેાત્તરના ભાગોમાં વરસાદ પડી શકે છે.





હવામાન વિભાગની આગાહી મુજબ, ૭ એપ્રિલે મહારાષ્ટ્ર્ર, વિદર્ભ, તેલંગાણા અને ઓડિશાના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. આ સાથે ઓડિશા અને છત્તીસગઢમાં કરા પડવાની સંભાવના છે. આ સિવાય આગામી ૫ દિવસ સુધી ભારે વરસાદની કોઈ શકયતા નથી.
ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં સ્વચ્છ હવામાનને કારણે ફરી એકવાર ઉનાળાએ પોતાનો રગં બતાવવાનું શ કયુ છે. ગુવારે રાજધાની દિલ્હીમાં પારો ૩૩.૫ ડિગ્રીને સ્પશ્ર્યેા હતો, જેના કારણે લોકોએ બપોરે ગરમીનો અનુભવ કર્યેા હતો. જો કે, તે સામાન્ય કરતાં ઓછું રહ્યું. તે જ સમયે, લઘુત્તમ તાપમાન ૧૭.૨ ડિગ્રી નોંધાયું હતું. શુક્રવારે રાજધાનીમાં વાદળો રહેશે પરંતુ આગામી બે દિવસ સુધી વરસાદની કોઈ આગાહી નથી. ૯મી અને ૧૧મી એપ્રિલે હળવા ઝરમર ઝરમર વરસાદ પડશે, જેના કારણે ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે.




હાલમાં, ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગો, ઉત્તરપૂર્વ ભારતના ભાગો, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૨–૪ ઓ ઓછું છે અને દેશના બાકીના ભાગોમાં લગભગ સામાન્ય છે. આગામી ૫ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના ઘણા ભાગોમાં ૨–૪ ડિગ્રી સેલ્સિયસનો ધીમે ધીમે વધારો થવાની સંભાવના છે.





સ્કાયમેટ વેધર અનુસાર, ગુવારે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં તેમજ તેલંગાણા, છત્તીસગઢ, તમિલનાડુ કેરળ, મહારાષ્ટ્ર્ર અને આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. આ સાથે છેલ્લા ૨૪ કલાકમાં આસામ, સિક્કિમ અને હિમાલય વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application