જામનગર: મેડીકલ કોલેજની એમબીબીએસની ર૫૦ બેઠકોમાં ઘટાડો નહિ થાય
અગાઉ નોટીસ આપ્યા બાદ તા.૨૮ જૂને જામનગરની કોલેજને ૨૫૦ બેઠકો મળશે તેવો પરિપત્ર મળ્યો: ડીન ડો. નંદીની દેસાઇ
જામનગરની મેડીકલ કોલેજ વર્ષો જુની છે, એમસીએકટ દ્વારા અવારનવાર ઇન્સ્પેકશન પણ કરવામાં આવે છે ઉપરાંત નેશનલ મેડીકલ કમીશન દ્વારા આ કોલેજનું ઇન્સ્પેકશન કરવામાં આવે છે અગાઉ થોડા દિવસ પહેલા મેડીકલ કોલેજમાં દર્દીઓની સંખ્યા, ફેકલ્ટીની ઉપલબ્ધતા અને કેટલાક માપદંડો અંગે નોટીસ પણ અપાઇ હતી પરંતુ મેડીકલ કોલેજમાં બધુ સમસુતરુ છે, તા.૨૮ જૂનના રોજ સરકારના પરિપત્ર દ્વારા જામનગર મેડીકલ કોલેજને જાણ કરાઇ છે કે જામનગરમાં મેડીકલ કોલેજમાં ૨૫૦ એમબીબીએસની બેઠકો છે તેમાં કોઇપણ પ્રકારનો ઘટાડો નહિં થાય. આ અંગે આજકાલ સાથેની વાતચીતમાં ડીન ડો. નંદીનીબેન દેસાઇએ જણાવ્યું હતું.
મેડીકલ કોલેજમાં સતત ગુણવતા જળવાઇ રહે તે માટે એનએમસી અને એમસીઆઇનું ઇન્સ્પેકશન કરવામાં આવે છે. ૨૦૨૬-૨૭ માટે રપ૦બેઠકો અપાય તે માટે કેટલીક ગાઇડલાઇનો આપવામાં આવી હતી પરંતુ તા.૨૮-૬-૨૬ના રોજ જામનગરની મેડીકલ કોલેજને ૨૫૦ બેઠકો મળશે અને તેમાં કોઇપણ ઘટાડો નહિ થાય તેવી સ્પષ્ટ વાત પણ જણાવવામાં આવી છે.
શહેરની મેડીકલ કોલેજમાં ડીન ડો. નંદીની દેસાઇ, અધિક ડીન ડો. ચેટરજી અને સ્ટાફ દ્વારા કોલેજમાં જે પણ ખામીઓ હોય તે દુર કરવા માટે સતત પ્રયાસ કરવામાં આવે છે. હવે મેડીકલ કોલેજની બેઠકોમાં કોઇ ફેરફાર નહિં થાય તેવું સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યું છે.