હુકમ સામે રેવન્યુ ઓથોરીટી સમક્ષ કાર્યવાહી કે અપીલ ન થઇ શકે

  • March 29, 2023 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની અદાલતમાં વકીલાત કરનાર હિતેન્દ્ર ગોહેલ હસમુખ બાબુલાલ પરમાર અને મહેશ બાબુલાલ પ૨મા૨ સાથે જામનગરની અદાલતમાં દાવો કરી અરજ ગુજારેલ કે વાદીની વડીલોપાર્જીત મિલક્તમાં પ્રતિવાદીઓ ગેરકાયેદસર પ્રવેશ કરે નહી કે દબાણ કરે નહી કે પાડતોડ કરે નહીં અને દાવા સાથે વાદીએ પોતે કરેલ પોલીસ ફરીયાદની અરજીઓ આ જગ્યા અંગેનો વિવાદ ગુજરાત હાઈકોર્ટ પેન્ડીંગ હોવાના દસ્તાવેજો રજુ કર્યા હતા, તેમજ સને-૧૯૬૯ નાં વેંચાણ દસ્તાવેજની નકલ પણ રજુ કરી હતી.


પ્રતિવાદી તરફે વકીલની હિતેન ભટ્ટ હાજર થઈ દાવો સમય મર્યાદા બહારનો હોવા અંગે તેમજ શું કામ દાવો કર્યો છે. તેનું કોઈ ચોક્કસ કારણ ન જણાયેલ હોય તેમજ વાદીએ ૨જુ કરેલ પોલીસ ફરીયાદ અરજીઓમાં પ્રતિવાદીઓ કબજો કરી લીધો હોવાનું જણાવેલ.અને દાવામાં પ્રતિવાદી પાસેથી કબજો માંગેલ ન હોય, તેથી દાવો જ ચાલી શકે નહી.


તે દાવામાં વાદીએ કાઉન્ટર દલીલમાં જવાબ આપ્યા સિવાય પતિવાદી આવી તકરાર ઉઠાવી ન શકે, તથા લીમીટેશન સમય મર્યાદાનો મુદ્દો પુરાવો હકીકત અને કાયદાનો મિક્સ પ્રશ્ન હોય હાલનાં તબકકે નિર્ણય ન થઈ શકે વિગેરે દલીલો કેરલ કાયદા મુજબ પણ આવી દાવો ૨૬ કરવાની અરજીની સુનાવણીમાં માત્ર વાદીની દાયા અરજી અને રજુ કરેલ દસ્તાવેજ જ જોઈ શકાય પરંતુ પ્રતિવાદીના વકીલ અદાલતને દાવા અરજીની દાદ કે કબજો પ૨ત નથી માંગેલ તેમજ પોલીસમાં કબજો પ્રતિવાદીએ ગેરકાયદેસર કરી લીધા હોવાની ફરીયાદ કરેલ છે તેમજ ગુજરાત હાઈકોર્ટમાં ચાલતા કેસના પેપર્સ જોતા તેમાં દર્શાવેલ જગ્યા અને દાવાવાળી જગ્યા ભિન્ન છે. ત્યારે પ્રતિવાદી તરફની આ રજુઆતો અદાલતે ગ્રાહય રાખી વાદીનો દાવો પ્રથમ તબકકે જ રદ કરેલ.


તે હુકમ કરતી વેળા અદાલતે પણ નોંધ્યુ કે ન્યાયની અદાલતમાં ન્યાય મેળવવા માટે આવના૨ે ચોખ્ખા હાથે આવીને ન્યાય માંગવી જોઈએ તેમ કરવામાં વાદી નિષ્ફળ ગયેલ. અર્ધસત્ય અને ખોટી રજુઆત કરેલ હોવાનું માનેલ આવા તમામ કારણો ને લીધે પ્રથમ તબકકે ૪ સમગ્ર દાવો જ રદ કરવાનો હુકમ અને હુક્મનામું કરેલ.


ત્યાર બાદ પણ વિવાદીએ નાયબ કલેકટ૨ જામનગર (શહે૨) ની કોર્ટમાં સીવીલ કોર્ટમાં કરેલ દાવો રદ કરેલ તેમ છતા પણ રેવન્યુ અધિકારી સમક્ષ અપીલ કરેલ અને હકીક્તને છુપાવેલ હતી અને નાયબ કલેકટર જામનગર (શહેર) તેમના અવલોકનમાં સ્પષ્ટ  દર્શાવેલ કે હાલના વિવાદીને ૨.દિ.મુ.નં.૨૧૭/૨૦૨૧ ના કાર્ય કરેલ હુકમની હકીકતો છુપાયેલ અને હાલની આ અપીલ લાવેલ અને વિવાદી અત્રેની કોર્ટમાં પણ ચોખ્ખા હાથે આવેલ નથી.


એકજ જગ્યા અંગે એટલે કે સમાન વિષય વસ્તુ અંગે જુદી જુદી કાર્યવાહી ન કરી શકાય અને સીવીલ કોર્ટનાં હુકમથી નારાજ થનાર વ્યકિતએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કાર્યવાહી કરવી જોઈએ. સીવીલ કોર્ટનો ચુકાદો અંતિમ હોય તેને રેવન્યુ અધિકારી સમક્ષ ચેલેન્જ ન કરી શકાય અને રેવન્યુ અધિકારીએ કોર્ટનાં હુકમનું પાલન જ કરવાનું હોય.


તેથી સદરહું મિલકત બાબતે દિવાની કોર્ટમાં જામનગ૨ના નાયબ કલકેટરએ વિવાદીની અપીલ અરજી નામંજુર કરવામાં આવેલ અને પ્રતિવાદી તરફે સીનીયર વકીલ હિતેન ઈ. ભટ્ટ, હેમાંશુ કે. સોલંકી, ધર્મેન્દ્ર એ. ઠાકર રોકાયેલ હતા.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application