નીતિશ કુમારે રાજ્યપાલને આપ્યું રાજીનામું, આજે જ બનશે નવી સરકાર, 9મી વખત નીતિશ લેશે મુખ્યમંત્રી પદના શપથ

  • January 28, 2024 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



આજે બિહારની રાજનીતિમાં ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે, છેલ્લા કેટલાક દિવસથી નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ વચ્ચેના ખટરાગ બાદ નીતિશ કુમારે બીજેપીનો હાથ પકડ્યો છે. આજે નીતિશ કુમારે રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને પોતાનું રાજીનામું સોપ્યું છે. તેઓ આજે સાંજે 4 વાગ્યે બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આજે નીતિશ 9મી વખત રાજ્યના સીએમ બનશે.


રાજીનામુ આપ્યા બાદ નીતિશ કુમારનું પહેલું નિવેદન સામે આવ્યું છે, તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, "મેં આજે રાજીનામું આપી દીધું છે, હવે નવા ગઠબંધનમાં જઈ રહ્યો છું, પાર્ટીની સલાહ પર જ મેં રાજીનામું આપ્યું છે, મહાગઠબંધનની સ્થિતિ સારી નથી, કામ બરાબર નથી થતું એટલે મેં એમને છોડી દીધા, આજે જ બધુ નક્કી થશે, આજે જ નવી સરકાર બનશે."





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News