નિરંકારી ભક્તો ૨૬ ફેબ્રુઆરીના રોજ બાલાચડી દરિયા કિનારે ચલાવશે સ્વચ્છતા અભિયાન

  • February 23, 2023 04:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

​​​​​​​

સંત નિરંકારી મિશન દ્વારા આઝાદીના ૭૫માં ‘અમૃત મહોત્સવ’ ના અવસર પર સદ્દગુરુ માતા સુદીક્ષા જી મહારાજ તથા નિરંકારી રાજપિતાજી ના પાવન સાન્નિધ્યમાં ૨૬ ફેબ્રુઆરી રવિવાર ના રોજ ‘અમૃત પરિયોજના’ અંતર્ગત ‘સ્વચ્છ જળ-સ્વચ્છ મન’ નો શુભારંભ કરવામાં આવશે.

   જામનગર ના સંયોજક  મનહરલાલ રાજપાલ જી એ જણાવ્યું કે અમૃત પરિયોજના નો મુખ્ય ઉદ્દેશ્ય ‘જળ સંરક્ષણ’ તથા તેના બચાવ માટે અલગ-અલગ યોજનાઓ બનાવવી તથા તે યોજનાઓને અમલી રૂપ આપવા ની સાથે જ મુખ્ય બિંદુ જળસ્ત્રોત ની સ્વચ્છતા તથા સ્થાનીય જનતા માટે ‘જાગરૂકતા અભિયાન’ ના માધ્યમથી તેઓને પ્રોત્સાહિત કરવાનો છે. આ સાથે જ ૨૬ ફેબ્રુઆરી, રવિવાર ના રોજ સવારે ૮ વાગ્યા થી  નિરંકારી ભક્તો  બાલાચડી સમુદ્ર કિનારે જામેલી લીલ, કીચડ, પ્લાસ્ટિક કચરો વગેરે ગંદગી સાફ કરી "સ્વચ્છ જળ સ્વચ્છ મન" નો સંદેશ આપશે.

   તેમણે જણાવ્યું કે બાબા હરદેવ સિંહ જી દ્વારા સમાજ કલ્યાણ માટે આજીવન અનેક કર્યો કરવામાં આવ્યા જેમાં સ્વચ્છતા અભિયાન તથા વૃક્ષારોપણ અભિયાન નો આરંભ મોખરે છે. બાબા હરદેવ જી ની શિક્ષાઓ થી પ્રેરણા લઇ દરેક વર્ષ ની જેમ જ આ વર્ષે પણ નિરંકારી મિશન દ્વારા નિરંકારી સદ્દગુરુ માતા સુદીક્ષા જી મહારાજ ના નિર્દેશાનુસાર ‘અમૃત પરિયોજના’ નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

   સંત નિરંકારી મિશન ના સચિવ  જોગીન્દર સુખીજા જી ના હવાલા થી વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું કે અમૃત પરિયોજના સંપૂર્ણ ભારતવર્ષ ના લગભગ ૧૦૦૦ સ્થળો પર ૭૩૦ શહેરો, ૨૭ રાજ્યો અને કેન્દ્ર્શાષિત પ્રદેશોમાં વિશાળ રૂપ માં આયોજિત કરવામાં આવશે, જેમાં નિરંકારી મિશન ના લગભગ દોઢ લાખ સ્વયંસેવકો તેમના સહયોગ દ્વારા ‘જળ સંરક્ષણ’ અને ‘જળ સંસ્થાઓ’ જેમ કે સમુદ્ર કિનારાઓ, નદીઓ, તળાવો, ઝીલ, કુવા,  વિભિન્ન  ઝરણાઓ, પાણી ની ટાંકીઓ, નાલીઓ અને જળ ધારાઓ વગેરે ને સ્વચ્છ અને નિર્મળ બનાવશે

 

   નિસંદેહ આ પરિયોજના પર્યાવરણ સંતુલન, પ્રાકૃતિક સુંદરતા અને સ્વચ્છતા માટે થવા જઈ રહેલ પ્રશંસનીય તથા પ્રોત્સાહન આપનારો પ્રયત્ન છે. વર્તમાન માં આપણે આવી જ લોક કલ્યાણકારી પરિયોજનાઓ ને ક્રિયાન્વિત રૂપ આપી આપણી આ સુંદર ધરતીને હાની થતા બચાવી શકીએ છીએ. સાથે જ પ્રાકૃતિક સંસાધનો ના દુરુપયોગ પર પણ રોક લગાવી શકીએ છીએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application