૫૦ હજાર વર્ષ પહેલાં પર્શિયાના ખેડૂતો, યુરેશિયાના પશુપાલકો અને દક્ષિણ એશિયાના શિકારીઓનું થયું હતું વિસ્થાપન : ભારતીયોમાં એન્ડોગેમીને કારણે વસ્તી વિષયક ફેરફાર થયો
ભારતીયો વિશ્વના કયા ભાગમાંથી આવ્યા અને સ્થાયી થયા તેના પર વિવિધ સિદ્ધાંતો ઉભરી આવ્યા છે. ત્યારે હવે વધુ એક નવું આનુવંશિક સંશોધન કહે છે કે ભારતીય વંશના મૂળ ત્રણ પ્રાચીન જૂથોમાં જોવા મળે છે જેનું ૫૦ હજાર વર્ષ પહેલાં વિસ્થાપન થયું હતું. આ ત્રણ જૂથો છે - પર્શિયા (ઈરાન)ના ખેડૂતો, યુરેશિયાના પશુપાલકો અને દક્ષિણ એશિયાના શિકારીઓ. જો કે, સંશોધકો એમ પણ કહે છે કે ૧.૪ અબજ ભારતીયોમાં વિશાળ વિવિધતા હજુ પણ તેમના મૂળ સ્ત્રોતને શોધવામાં મોટો પડકાર છે.
સાયન્સ ડોટ કોમના રિપોર્ટ અનુસાર, આ સંશોધન એઈમ્સ, નવી દિલ્હી, યુનિવર્સિટી ઓફ મિશિગન, પેરીલમેન સ્કૂલ ઓફ મેડિસિન, યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયા અને યુસી બર્કલેના વૈજ્ઞાનિકોએ કર્યું છે. સંશોધન દરમિયાન, જીનોમિક વિશ્લેષણમાં ભારતીયોમાં નિએન્ડરથલ્સ તેમજ તેમના નજીકના સંબંધીઓ ડેનિસોવનના જનીનોના નિશાન મળ્યા હતા. આ અંગે સંશોધકો પણ આશ્ચર્યચકિત છે, કારણ કે ભારતમાં અત્યાર સુધી ડેનિસોવનના કોઈ અવશેષો મળ્યા નથી.
સંશોધનમાં જણાવાયું છે કે ભારતીયોમાં એન્ડોગેમી (એક જ વર્ગમાં ચોક્કસ વર્ગના લગ્નની પરંપરા)ને કારણે વસ્તી વિષયક ફેરફાર થયો હતો. એકસમાન બેકગ્રાઉન્ડ અથવા સમાજમાં લગ્ન કરવાથી લોકોના જનીનોમાં ઘણી સમાનતાઓ જોવા મળે છે અને તેઓ આનુવંશિક રીતે વધુ સમાન બન્યા. વૈજ્ઞાનિકોને ઈરાની મૂળની વસ્તીના પ્રાચીન ડીએનએની તપાસમાં આ આનુવંશિક અસરો પણ મળી. આ તપાસમાં અનુકરણની પ્રક્રિયા અપનાવવામાં આવી હતી.
ભારતીયોમાં જોવા મળ્યા નિએન્ડરથલ જનીનો
સંશોધકોને ભારતીયોના ડીએનએ અને સરજમના પ્રાચીન ખેડૂતો વચ્ચે સૌથી વધુ સમાનતા જોવા મળી. સરજમ પ્રાચીન સમયમાં તાજિકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ પ્રદેશમાં એક કૃષિ કેન્દ્ર હતું. માનવ પૂર્વજો નિએન્ડરથલના ૯૦% જનીનો વિશ્વના વિવિધ ભાગોના લોકોમાં જોવા મળે છે. લેબમાં જીનોમ સિક્વન્સિંગ દરમિયાન ભારતીયોના સેમ્પલમાં પણ આ જનીનો મળી આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ૪૦૦ કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશ
December 23, 2024 02:51 PMમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech