દ્વારકામાં બનશે નવું એરપોર્ટ, કેશોદ હવાઈ મથકનું કરાશે વિસ્તરણ

  • February 24, 2023 11:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય સરકારના આજે રજૂ યેલા વર્ષ ૨૩/૨૪ના અંદાજપત્રમાં રાજ્યના વિવિધ પ્રવાસ નિગમનો ડેવલપ કરવા તેમજ અન્ય સુવિધાઓ માટે ૨૦૭૭ કરોડની ફાળવણી કરાઈ છે. સૌરાષ્ટ્રને પ્રવાસન ક્ષેત્રે લાભ મળ્યો છે. દ્વારકામાં નવુ એરપોર્ટ બનાવાશે. જયારે કેશોદના હાલના એરપોર્ટ પર કનેક્ટિવીટી વધે તે માટે કેશોદ હવાઈ મકનું વિસ્તરણ નવીનીકરણ કરવામાં આવશે. અંબાજી યાત્રાધામ માટે ૩૦૦ કરોડ ફાળવાયા છે.


જગ વિખ્યાત દ્વારકા મંદિરે દેશ-વિદેશમાંથી આવતા દર્શર્નાીઓ, પ્રવાસીઓને હવાઈ મુસાફરીની સુવિધા મળી શકે અને ધાર્મિક સ્ળ દ્વારિકા નગરીનો વધુ વિકાસાય એ માટે દ્વારકામાં નવું એરપોર્ટ બનાવાશેની બજેટમાં જાહેરાત કરાઈ છે. સૌરાષ્ટ્રમાં એર કનેક્ટિવીટી, ફ્રિકવન્સી વધારવા માટે હાલ રાજકોટમાં ઈન્ટરનેશનલ કક્ષાનું હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ તૈયાર ઈ રહ્યું છે અને થોડા સમય બાદ કાર્યરત બનશે.


આ ઉપરાંત કેશોદમાં રહેલા એરપોર્ટને વધુ ડેવલપ કરવા માટે કેશોદ એરપોર્ટનું વિસ્તરણ કરાશે. નવીનીકરણ કરવામાં આવશે. એરસ્ટ્રીપ-એરપોર્ટના વિકાસ ર્એ ફાળવાયેલા ૨૧૫ કરોડમાં દ્વારકાના નવા એરપોર્ટ અને કેશોદનો સમાવેશ કરાયો છે. પ્રવાસન વિકાસ માટે ૨૦૭૭ કરોડની જોગવાઈમાં આઈકોનિક ટુરિસ્ટ સ્ળોના સંકલિત વિકાસ માટે ૭૦૬ કરોડ, ધાર્મિક, હરિટેજ, એડવેન્ચર અને ઈકો ટૂરિઝમ હેઠળ પ્રવાસન સ્ળોના વિકાસ માટે ૬૪૦ ક્રોડ, અંબાજી-ધરોઈ બંધ પરિક્ષેત્રના વૈશ્ર્વિકસ્તરિય વિકાસ માટે ૩૭૦ કરોડ રૂપિયા, યાત્રાધામોના વિકાસ અને પ્રવાસીઓ, યાત્રિકોની સવલતો વધારવા માટે ૯૪ કરોડ તા હેરિટેજ અને સિનેમેટિક પ્રવાસન અંતર્ગત ૩૩ કરોડની જોગવાઈ કરાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application