રાજકોટ શહેરના નાના મવા રોડ પર આંબેલ લક્ષ્મી સોસાયટીમાં રહેતા 64 વર્ષીય વૃદ્ધ છગનભાઈ ખેતાભાઈ બાબરીયાએ માલવિયાનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમે ત્રણ ભાઈઓ છીએ. જેમાંથી હું સૌથી મોટો છું, મારાથી નાના ભાઇ નરશીભાઇ ખેતાભાઇ બાબરીયા જે આશરે 25 વર્ષ પહેલા અવાસન પામ્યા છે. તેમણે બે પુત્રો છે જેમા સૌથી મોટો મહેશ અને નાનો દીકરો ગોવીંદ ઉર્ફે તુફાન એમ બંને પુષ્કરધામ સામે આવેલો આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહે છે અને સૌથી નાનો ભાઈ કિરણભાઇ લોધીકાના દોમડામાં રહે છે.
ગઇ તા.25/05/2025 ના રાત્રે સવા એક વાગ્યાની આસપાસ ભત્રીજા ગોવીંદ ઉર્ફે તુફાન ઉર્ફે કાળુ નરશીભાઈ બાબરીયા, મહેશભાઈ નરશીભાઈ બાબરીયા, સંજય ઉર્ફે ચંદ્રેશ મોહનભાઈ બાબરીયા, સોનલબેન તથા તેમની પુત્રી કાજલબેન મહેશભાઈ બાબરીયા તથા પુત્ર રોનક મહેશભાઈ બાબરીયા મારા ઘરે આવ્યા હતા. દરમિયાન ગોવીંદ ઉર્ફે તુફાને મને વાત કરેલ કે, તમે તમારી જમીનમાં મને ભાગ આપો. જે જમીન મે સને-2006 વર્ષમાં ખરીદ કરેલ હતી. જે જમીન મારા પિતાના નામે તથા મારા, મારા ભાઈ-બહેન એમ સયુક્ત નામે હતી. આ જમીન વર્ષ 2006 માં વેચાણ કરવાની હોય જેથી મે ઘર-પરીવારના સભ્યોની સહમતીથી આ જમીન વેચાણથી ખરીદ કરેલ હતી અને તે જમીનની રકમ રૂ.૧,૫૦,૦૦૦ આપેલ હતી.
ત્યાર બાદ જમીન મારા હક્ક માલીકીની થઇ ગયેલ હતી. જે જમીનમાં ગોવીંદ ઉર્ફે તુફાન હક્ક-હિસ્સો માંગતા હોય અને કહેતો હોય કે તમે મારા માતાની જાણ બહાર જમીનના કાગળો પર સહી કરાવેલ છે. જેથી આ જમીનમાં અમારે હક્ક -હિસ્સો જોઇએ છે. જેની મેં ના પાડતા ગોવીંદ ઉર્ફે તુફાન એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને મને જાનથી મારી નાખવાની ધમકી આપવાં લાગેલ હતો. ત્યારબાદ ગોવીંદ અમારા ઘરેથી ચાલ્યો ગયો હતો અને કહેતો ગયેલ કે, હું કાલે તમારા ઘરે આવીશ અને તમને તથા તમારા ઘરના સભ્યોને માર મારીશ. બાદ તા. ૨૮/૦૫/૨૦૨૫ ના બપોરના આશરે સવા ત્રણેક વાગ્યાની આસપાસ ગોવીંદ તેના મિત્રો સાથે કાર લઈને ધસી આવેલો હતો. ગોવિંદ લાકડાનો ધોકો, અજયે લોખંડનો પાઈપ કાઢી મારી પાર્ક કરેલ ગાડી જેના નં-જી.જે.-03-પી.ડી.5394 ના કાચ ઉપર,ડીક્કી, બને બાજુના દરવાજા ઉપર ધોકા અને પાઇપ મારી તોડફોડ કરી હતી. જે મામલે વૃદ્ધએ ગોવિંદ ઉર્ફે તુફાન નરશી બાબરીયા, પિન્ટુ ઉર્ફે મહેશ બાબરીયા અને અજય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલા બાદ પંજાબ કિંગ્સ ફાઇનલમાં, 3 જૂને RCB સામે ફાઈનલમાં ટકરાશે
June 02, 2025 01:50 AMદેશમાં કોરોનાનો ફરી કહેર: 9 દિવસમાં 1300% કેસ વધ્યા, 48 કલાકમાં 21 મોત
June 01, 2025 09:55 PMયુક્રેનનો મોટો દાવો: 41 રશિયાના વિમાનોને કર્યા નષ્ટ
June 01, 2025 09:49 PMકડી વિધાનસભા પેટાચૂંટણી: કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી, રાજકીય ગરમાવો તેજ
June 01, 2025 09:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech