નેપાળી ભાઇ–બહેન ભેદી સંજોગામાં લાપતા

  • March 29, 2023 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૧૩ વર્ષની દીકરી અને ૧૦ વર્ષના પુત્ર ગૂમ થયાની પિતાએ પોલીસને જાણ કરતા પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો: માતાવિહોણા આ ભાઇ–બહેન અગાઉ પણ ઘર છોડી ચાલ્યા ગયા'તા




રાજકોટમાં રૈયા રોડ પર વૈશાલીનગરમાં રહેતા નેપાળી યુવાનની ૧૩ વર્ષની પુત્રી અને ૧૦ વર્ષનો પુત્ર ઘરેથી કઇં કહ્યા વગર ચાલ્યા જતા પ્રથમ ખાનગી રાહે શોધખોળ કર્યા બાદ આ અંગે પોલીસને જાણ કરી છે. પોલીસે અપહરણ અંગેનો ગુનો નોંધી લાપતા થયેલા આ ભાઈ બહેનને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.





જાણવા મળતી વિગતો મુજબ, રૈયા રોડ પર વૈશાલીનગર શેરી નંબર ૧૦ માં રહેતા સુરેશભાઈ પ્રેમભાઈ પરિહાર(ઉ.વ ૩૨) નામના નેપાળ યુવાને ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે મૂળ નેપાળનો વતની છે અને હાલ અહીં રહે છે તેમજ નવાગામ કુવાડવા રોડ પર કારખાનામાં મજૂરી કામ કરે છે. તેને સંતાનમાં ૧૩ વર્ષની પુત્રી પ્રિયંકા અને ૧૦ વર્ષનો પુત્ર પ્રદિપ છે. યુવાનની પત્ની રાધાબેનનું વર્ષ ૨૦૨૧ માં અવસાન થયું છે. ત્યારથી બંને બાળકોની સાર સંભાળ યુવાન પોતે જ રાખે છે.





ગત તારીખ ૨૫૩ ના રોજ સવારે તે પોતાના નિત્યક્રમ મુજબ કારખાને કામે ગયો હતો. ત્યારે બંને બાળકો ઘરે સુતા હતા બાદમાં સાંજે પરત ફરતા પુત્ર અને પુત્રી ઘરે જોવા ન મળતા અહીં પડોશમાં રહેતા અન્ય નેપાળી પરિવારના ઘરે જઈ તપાસ કરી હતી પરંતુ આ બંનેનો પતો લાગ્યો ન હતો. જેથી પ્રથમ ખાનગી રાહે શોધખોળ કરી સગા સંબંધીઓને પૂછયું હતું પરંતુ તેમ છતાં બંને બાળકોનો પતો ન લાગતાં અંતે તેણે આ મામલે પોલીસને જાણ કરી હતી. ગાંધીગ્રામ પોલીસે અપહરણ અંગેનો ગુનો નોંધી નેપાળી યુવાનની ૧૩ વર્ષની પુત્રી અને ૧૦ વર્ષના પુત્રને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.




વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આ બંને ભાઈ બહેન અગાઉ પણ ઘર છોડીને ચાલ્યા ગયા હોવાનું માલુ પડું છે. ત્યારે પોલીસે બંનેના સગડ મેળવવા શ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application