ચીનના 'નાટો'માં નહીં જોડાય નેપાળ, ડ્રેગનની ભૂમિ પરથી પીએમ પ્રચંડની જાહેરાત

  • September 26, 2023 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જીએસઆઈ ક્વાડ સાથે સ્પર્ધા કરવા માટે બનાવાયું, ૨૦૧૩ પછી શી જિનપિંગે બનાવ્યા આવા ઘણા ગઠબંધન


ચીનના પ્રવાસે ગયેલા નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે એક મોટી જાહેરાત કરી છે. પીએમ પ્રચંડે ચીનને સ્પષ્ટ કહ્યું છે કે તેમનો દેશ ચીનના સૈન્ય ગઠબંધન ગ્લોબલ સિક્યુરિટી ઇનિશિયેટિવ અથવા જીએસઆઈમાં સામેલ થશે નહીં. ચીનના જીએસઆઈને એશિયન નાટો કહેવામાં આવે છે, જે ભારત અને અમેરિકાના ક્વાડ સાથે સ્પર્ધા કરવા માટે બનાવાયું છે. ચીન સતત દબાણ કરી રહ્યું છે કે નેપાળ પણ આ જીએસઆઈનો ભાગ બને. ભારતના પાડોશી મિત્ર દેશ નેપાળે સ્પષ્ટપણે કહ્યું છે કે તે કોઈપણ સૈન્ય જોડાણનો ભાગ બનશે નહીં.


અહેવાલ મુજબ, ચીને પીએમ પ્રચંડ અને ચીનના વડા પ્રધાન લી કિઆંગ સાથે ‘ધરાર બેઠક’ કર્યા પછી આજે જારી કરવામાં આવેલા નિવેદનમાં તેને સામેલ કરવાના પ્રયાસો તેજ કરી દીધા છે, જ્યારે નેપાળી નેતૃત્વ આ અંગે મૂંઝવણમાં છે. અગાઉ પ્રચંડે સ્પષ્ટ કર્યું હતું કે તેમનો દેશ સુરક્ષા સંબંધિત કોઈપણ જોડાણમાં સામેલ થશે નહીં. ચીનના બીઆરઆઈ વિશે પૂછવામાં આવેલા પ્રશ્ન પર તેમણે કહ્યું હતું કે ચીન જીએસઆઈ, જિસિઆઇ અને જીડીઆઈ સાથે જોડાવાનો આગ્રહ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ચીનને ગ્લોબલ ડેવલપમેન્ટ ઇનિશિયેટિવમાં સામેલ થવામાં કોઈ સમસ્યા નથી.


જીએસઆઈમાં જોડવા ચીનનું નેપાળ પર દબાણ

પ્રચંડે આ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'કોઈનો પક્ષ ન લેવાની અમારી નીતિ રહી છે. અમારી પાસે બિન-જોડાણની નીતિ રહી છે.’ આ નિવેદનના એક દિવસ પછી પ્રચંડે પલટવાર કર્યો અને શનિવારે શી જિનપિંગ સાથેની મુલાકાત બાદ વિવાદાસ્પદ નિવેદન આપ્યું. ચીનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે નેપાળ શી જિનપિંગની મોટી પહેલને સમર્થન આપે છે.


૨૦૧૩માં શી જિનપિંગ ચીનના રાષ્ટ્રપતિ બન્યા પછી, તેમણે બીઆરઆઈ, જીએસઆઈ, જિસિઆઇ અને જીડીઆઈ જેવી ઘણી યોજનાઓ શરૂ કરી. ચીન ઈચ્છે છે કે નેપાળ તેને ખુલ્લેઆમ સમર્થન આપે. હવે ચીનના વિદેશ મંત્રાલયના દાવાના કારણે નેપાળી પીએમના અગાઉના નિવેદન પર સવાલો ઉઠી રહ્યા હતા. નેપાળના એક અધિકારીએ કહ્યું, 'ચીન પોતાના સંયુક્ત નિવેદનમાં જીએસઆઈ અને જિસિઆઇ સંબંધિત અમને સામેલ કરવા માંગે છે પરંતુ અમે તેની સામે વાંધો ઉઠાવ્યો છે.' નેપાળના અધિકારીએ કહ્યું કે અમે ચીન સાથે વાતચીત કરી રહ્યા છીએ જેથી સુરક્ષા અને વ્યૂહાત્મક જોડાણ સંબંધિત કોઈપણ પાસાને સંયુક્ત નિવેદનમાં સામેલ કરવામાં ન આવે. અમે જિસિઆઇનો ભાગ બનવાના નથી અને આ દિશામાં કોઈ વચન પણ આપીશું નહીં. નેપાળના આ પગલાથી ચીન ખુશ નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application