ભીલવાસમાં યુવાનને પાડોશીએ છરીનો ઉંડો ઘા ઝીંકી દીધો

  • January 19, 2023 10:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૨૫ દિવસ પૂર્વે સામે જોવા બાબતે માથાકૂટ થઇ હતી: તમને શેરીમાં રહેવા દેવા નથી કહી ધમકી આપતા: ચાર સામે ગુનો નોંધાયો




શહેરના ભીલવાસ શેરી નંબર ૪ પાસે અહીં જ રહેતા યુવાન સાથે પાડોશમાં રહેતા શખસે ઝઘડો કરી છરી લઈ મારવા દોડયો હતો યુવાન ભાગવા જતા આ શખસે તેને પીઠના ભાગે છરીનો ઐંડો ઘા ઝીંકી દીધો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અગાઉ શેરીમાં ચાલવા બાબતે થયેલી માથાકૂટનો ખાર રાખી આ હત્પમલો કરવામાં આવ્યો હતો. જે અંગે યુવકની ફરિયાદ પરથી પોલીસે ચાર શખસો સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી છે.





સદર બજાર ખાટકીવાસ પાસે ભીલવાસ શેરી નંબર ૪ માં રજાક મંઝિલ નામના મકાનમાં રહેતા સોહીલ રજાકભાઈ માંડરીયા (ઉ.વ ૨૭) દ્રારા હત્પમલાની આ ઘટના અંગે અહીં શેરી નંબર ૪ માં જ રહેતા ઇમરાન જમાલભાઈ ચૌહાણ,ફાક હત્પસેનભાઇ માંડરીયા, અક્રમ હત્પસેનભાઇ માંડરીયા અને હત્પસેન માંડરીયાના નામ આપ્યા છે. યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તે અહીં રહે છે અને ખાટકીવાસમાં દુકાને બેસી વેપાર કરે છે.





ગઈકાલ રાત્રિના નવ વાગ્યા આસપાસ તે શેરીમાં બાઈક પર બેઠો હતો ત્યારે આરોપી ઇમરાન જમાલભાઇ ચૌહાણ તેની પાસે આવ્યો હતો અને અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખી ગાળો બોલી ઝઘડો કરી છરી કાઢી મારવા જતાં યુવાન ભાગ્યો હતો.દરમિયાન આરોપીએ તેને પીઠના ભાગે જોરદાર છરીનો ઘા ઝીંકી દેતા તે ત્યાં ઢળી પડો હતો. બાદમાં દેકારો થતા યુવાનનો ભાઈ અલ્તાફ દોડી આવતા અને અહીં લોકો પણ એકત્ર થઈ જતા ઇમરાન નાસી ગયો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.




યુવાને પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, ૨૫ દિવસ પૂર્વે રાત્રીના તે તથા તેનો ભાઈ બાઇક પર ઘરે આવી રહ્યા હતા ત્યારે આરોપી ઇમરાનનું ઘર તેની બાજુમાં જ હોય તેણે શેરીમાં બે ઓરડી બનાવી હોય તેથી અહીંથી વાહન કાઢવું મુશ્કેલ હોય યુવાને પોતાનું વાહન ધીમું કરતા ઈમરાન તથા અન્ય આરોપીઓ ગાળો બોલવા લાગ્યા હતા અને કહ્યું હતું કે અમારી સામે કેમ જુઓ છો તેમ કહી મારામારી કરી હતી. જે તે સમયે સમાજના આગેવાનોને મધ્યસ્થી કરતા ફરિયાદ કરી ન હતી. ત્યારબાદ ફરી આ શખસો ધમકી આપવા લાગ્યા હતા અને કહેતા હતા કે તમને ધંધો કરવા દેવો નથી તમને શેરીમાં રહેવા દેવા નથી ગમે ત્યારે હાથ પગ ભાંગી નાખીશું અને છરીના ઘા ઝીંકી દેવાની ધમકીઓ આપતા હતા. દરમિયાન ગઈકાલે અન્ય આરોપી ફાક, અક્રમ અને હત્પસેનની ઉશ્કેરણીથી ઈમરાને યુવાન પર છરી વડે હત્પમલો કર્યેા હતો. જે અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે ચારેય આરોપીઓ સામે આઇપીસીની કલમ ૩૨૬, ૫૦૪,૫૦૬, ૧૧૪ અને જીપીએકટ કલમ ૧૩૫(એ) મુજબ ગુનો નોંધ્યો છે. બનાવ અંગે વધુ તપાસ પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ એમ.એ.વાઘેલા ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application