પેરિસ ઓલિમ્પિક પહેલા ફોર્મમાં દેખાયા નીરજ ચોપરા, પાવો નુર્મી ગેમ્સમાં જીત્યો ગોલ્ડ

  • June 18, 2024 11:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયન જેવલીન થ્રોના ખેલાડી નીરજ ચોપરાએ પાવો નુર્મી ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. મંગળવારે (18 જૂન) ફિનલેન્ડના તુર્કુમાં આયોજિત આ ગેમ્સમાં ભારત તરફથી માત્ર નીરજ ચોપરાએ ભાગ લીધો હતો. નીરજે ત્રીજા પ્રયાસમાં 85.97 મીટર જેવલીન ફેક્યું હતું, જે તેનો બેસ્ટ થ્રો હતો. ગોલ્ડ જીતીને નીરજે સંકેત આપ્યો છે કે તે પેરિસ ઓલિમ્પિક 2024 પહેલા ફોર્મમાં છે. ફિનલેન્ડની ટોની કેરાનેન (84.19 મીટર) બીજા સ્થાને રહીને સિલ્વર મેડલ જીત્યો હતો. ફિનલેન્ડના ઓલિવર હેલેન્ડરે ત્રીજું સ્થાન (83.96 મીટર) મેળવ્યું.

પાવો નુર્મી ગેમ્સ લીગમાં નીરજ ચોપરાનું પ્રદર્શન
પ્રથમ પ્રયાસ – 83.62 મીટર
બીજો પ્રયાસ - 83.45 મીટર
ત્રીજો પ્રયાસ – 85.97 મીટર
ચોથો પ્રયાસ – 82.21 મીટર
પાંચમો પ્રયાસ - ફાઉલ
છઠ્ઠો પ્રયાસ – 82.97 મીટર

ભારતીય ખેલાડીએ 2022માં 89.30 મીટર બરછી ફેંકીને સિલ્વર મેડલ જીત્યો હતો. તે સમયે આ તેનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ હતું. તેણે તે જ વર્ષે ડાયમંડ લીગના સ્ટોકહોમ સ્ટેજમાં 89.94 મીટર બરછી ફેંકીને તેમાં સુધારો કર્યો. જો કે, ત્યારથી નીરજ તેના બેસ્ટ (89.94 મીટર)માં સુધારો કરી શક્યો નથી.

બે વખતના વર્લ્ડ ચેમ્પિયન ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ અને 2012ના ઓલિમ્પિક ચેમ્પિયન ત્રિનિદાદ અને ટોબેગોના કેશોર્ન વોલકોટ પણ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. જોકે, બંને ખેલાડીઓનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. 26 વર્ષીય નીરજ ચોપરા ગયા મહિને તેની જાંઘના સ્નાયુઓમાં હળવા દુખાવાના કારણે ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇક સ્પર્ધામાંથી ખસી ગયો હતો. દોહા ડાયમંડ લીગથી પોતાની સિઝનની શરૂઆત કરનાર ચોપરા હવે 7 જુલાઈએ પેરિસ ડાયમંડ લીગમાં ભાગ લેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application