રાજકોટ : પોપટપરા નાલા પાસે રાત્રીના પ્ર.નગર પોલીસ મથકના સ્ટાફે પાંચ વેપારીઓને નશાની હાલતમાં ઝડપી લીધા હતાં. સુરત,ગીર સોમનાથ અને ઉપલેટાના વતની આ વેપારીઓ રાજકોટ પ્રસંગમાં દાની મહેફિલ માણી પરત જતા અને પોલીસની ઝપટે ચડી ગયા હતાં. બીજી તરફ પોલીસ દ્રારા રવિવારે કોમ્બિંગ નાઈટ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારમાંથી છરી સાથે આઠ શખસોને ઝડપી લીધા હતા. યારે દા પી નીકળેલા ૧૯ શખસો પોલીસની ઝપટે ચડી ગયા હતા. જેની સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પ્રધુમનનગર પોલીસ મથકના પીઆઇ એમ.ડી.મકવાણાની રાહબરીમાં પીએસઆઇ જે.બી.રાણીંગા તથા ટીમ નાઈટ પેટ્રોલીંગમાં હતી દરમિયાન પોપટપરા નાલા પાસે ગુદ્રારા પાસેથી અમુક શખસોને પીધેલી હાલતમાં પકડી પાડા હતા.જેમાં કિશોર અશોકભાઈ મોટવાણી (રહ.ે પાલનપુર ગામ, અડાજણ રોડ સુરત), ગીરીશ સજાનંદભાઈ મોટવાણી (રહે. સિદ્ધિવિનાયક રેસીડેન્સી રેલનગર), અમર કિશોરભાઈ લાલવાણી (રહે. સંજયનગર કોલોની સુત્રાપાડા), નિલેશ પરસોત્તમભાઈ ભાયાણી (રહે. શહીદ અર્જુન રોડ ઉપલેટા), પ્રકાશ અશોકભાઈ મોટવાણી (રહે. રાજેશ એપલ એપાર્ટમેન્ટ પાલનપુર ગામ સુરત)ને પકડી પાડી પ્રોહીબિશન હેઠળ ગુનો નોંધી તમામ સામે કાર્યવાહી કરી હતી.આ તમામ શખસો વેપારી હોવાનું અને રાજકોટમાં પ્રસંગમાં દાની મહેફિલ માણી પરત ફરી રહ્યા હતાં.
ગઈકાલ રાત્રિના પોલીસ દ્રારા કોમ્બિંગ નાઈટ કરવામાં આવી હતી જેમાં ૨૭ શખસો પોલીસની ઝપટે ચડી ગયા હતા. પોલીસે છરી સાથે આઠ શખસો અને દા પી નીકળેલા ૧૯ શખસોને ઝડપી લીધા હતા.
એ ડિવિઝન પોલીસે માલવિયા ચોક યાજ્ઞિક રોડ પર પીધેલી હાલતમાં વીરા રામ નેબારામ મીણા, ભાવનગર રોડ રાજમોતી મીલ સામે રોડ પરથી રીક્ષાચાલક ધર્મેન્દ્ર કુંચાલાને, આજીડેમ પોલીસે ત્રંબા ગામ રાજકોટ ભાવનગર હાઇવે બસ સ્ટેન્ડની સામેથી નાથા પંચાભાઈ વાઢેર, સ્વાતિ પાર્ક મેઇન રોડ વિરાજ ચોક પાસેથી અનુપ રાઘવભાઈ સોનકર, રાજકોટ ભાવનગર રોડ રવિવારી બજારની સામેથી સંજય ગોબરભાઇ મેર અને સાઈબાબા સર્કલ પાસેથી દીક્ષિત મનસુખભાઈ ગીનોયાને, પ્રધુમનનગર પોલીસે જામ ટાવર ચોક પાસે જામનગર રોડ પરથી પ્રતીક જેઠુરભાઈ બસિયાને,ગાંધીગ્રામ પોલીસે હનુમાન મઢી છોટુનગર મેઇન રોડ એરપોર્ટ રોડ પરથી ભાવેશ બાબુભાઈ સમેચાને, માલવીયા નગર પોલીસે નાના માવા રોડ પરથી ભાવેશ ગણપતભાઈ મકવાણા અને ગોંડલ રોડ પીડીએમ કોલેજ પાસેથી શૈલેષ ખેમજીભાઇ સાગઠીયાને, રાજકોટ તાલુકા પોલીસે કાલાવડ રોડ કણકોટ પાટીયા પાસેથી જયદીપ પ્રવીણભાઈ સોલંકીને,ભકિતનગર પોલીસે નારાયણ નગર શેરી નંબર ૧૧, ઢેબર કોલોની પાસેથી અસલમ અનવરભાઈ ભટ્ટી અને એ જ સ્થળેથી હનીફ અબ્દુલભાઈ ભુકેડાને,યુનિવર્સિટી પોલીસે ૧૫૦ ફુટ રીંગ રોડ નાગરિક બેંકની પાછળથી નિખિલ ભીખુભાઈ વાગડિયાને પીધેલી હાલતમાં પકડી પાડી પ્રોહીબિશન હેઠળ ગુનો નોંધી તમામ સામે કાર્યવાહી કરી હતી ..શહેરમાં સામાન્ય બાબતમાં છરી સહિતના હથિયારો વડે હત્પમલા કરવાની ઘટનાઓ સતત વધી રહી હોય ત્યારે પોલીસે છરી સહિતના હથિયારો સાથે રાખી ફરતા શખસો સામે પણ તવાઈ ઉતારી હતી. જેમાં ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ ગોપાલ નમકીન સેલ્સ એજન્સીની સામેથી દિનેશ પ્રેમજીભાઈ જોગરાજીયાને અને ઘંટેશ્વર ૨૫ વારિયાની બાજુમાં રોડ પરથી ગૌતમ ભીખુભાઈ રામાણીને, યુનિવર્સિટી પોલીસે ૧૫૦ ફટ રીંગ રોડ, નાગરિક બેંક પાસેથી કલ્પેશ અશોકભાઈ કાસુન્દ્રાને, રાજકોટ તાલુકા પોલીસે રસુલપરા વકીલની વાડી સામેથી અદનાન અબ્દુલવહાબભાઈ સૈયદને, થોરાળા પોલીસે મયુર નગર મેન રોડ મમતા ડેરીની પાસેથી રવિ કનુભાઈ પરમાર અને ચુનારાવાળ ચોક ભાવનગર રોડ ખાતેથી મહેશ જેસીંગભાઇ રાવરાળીને, આજી ડેમ પોલીસે સાઈબાબા સર્કલ પાસે સ્વાતિ પાર્ક મેન રોડ પરથી ઋષિ કાળુભાઈ ઠાકોરને, માલવિયાનગર પોલીસે પી ડી એમ કોલેજ પાસે ગોંડલ રોડ પરથી વિષ્ણુ રામસિંગભાઈ રાઠોડને છરી સાથે ઝડપી લઇ તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી