ઉપલેટામાં ચોમાસાની આખી સીઝન એનડીઆરએફની ટીમને રહેવા આદેશ

  • July 05, 2023 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટા તાલુકાના ત્રણેય ડેમ પાણીથી પૂરેપૂરા ભરાયેલા છે. શુક્રવારથી ભારે વરસાદની આગાહી છે અને ડેમ ઓવરફ્લો થાય તો નિચાણવાળા વિસ્તારોમાં મોટી સંખ્યામાં સ્થળાંતર કરવું પડે તેવી પરિસ્થિતિ હોવાથી આગોતરા આયોજનના ભાગરૂપે રાજકોટ જિલ્લા કલેકટરે એનડીઆરએફની એક ટીમને ચોમાસાની સમગ્ર સિઝન દરમિયાન કેમ્પ કરીને ઉપલેટામાં જ રાખવાનો નિર્ણય કર્યો છે.હાલ ચોમાસાની ઋુતુમાં ભારે વરસાદથી અથવા ડેમ ઓવરફલો થવાથી નીચાણવાળા વિસ્તારોમાં જાનમાલની હાનિ ન થાય તે માટે સરકાર દ્વારા સ્થળાંતર, રાહત, બચાવ અને પુન:સ્થાપન સહિતની કામગીરી કરવામાં આવી છે. આવા અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કાર્ય થઇ શકે તે માટે એન.ડી.આર.એફ.ની ટીમ પૂરા ચોમાસા દરમિયાન તૈનાત કરવામાં આવી છે.રાજકોટ જિલ્લામાં પણ વહિવટી તંત્રના સંકલનમાં પી.જી.વી.સી.એલ.ના ડિઝાસ્ટર સેલ ૨૪ કલાક કાર્યરત છે. ભારે વરસાદમાં ખાનાખરાબી ન સર્જાય તે માટે સક્રિય છે. તંત્ર દ્વારા એન.ડી.આર.એફ.ની સાત લોકોની એક ટીમ પૂરા ચોમાસા માટે ઉપલેટામાં તૈનાત કરાઇ છે.


ઉપલેટા તાલુકામાં મોટા પ્રમાણમાં નીચાણવાળા વિસ્તારો આવેલા છે. જયા પાણી ભરાવા સહિતની સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે તંત્રએ આગોતરા આયોજનના ભાગરૂપે એન.ડી.આર.એફ.ની ટીમ પૂરા ચોમાસા માટે તૈનાત કરી છે. તાજેતરના ભારે વરસાદના પગલે ઉપલેટા તાલુકાના ત્રણેય ડેમ વેણુ, મોજ અને ભાદર-૨ ભરાઇ ગયા છે. ત્યારે ઉપલેટા તાલુકાના સંભવિત પૂરથી અસરગ્રસ્ત અને નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારોની એનડીઆરએફની ટીમ સાથે સ્થળ મુલાકાત કરવામાં આવી હતી તેમજ ગ્રામજનોને તકેદારી રાખવા જરૂરી સૂચના આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application