ઉપલેટા તાલુકામાં ભારે વરસાદના પગલે NDRFની ટીમ એક્શન મોડમાં

  • July 10, 2023 08:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટા તાલુકામાં ભારે વરસાદના પગલે નીચાણવાળા અનેક અસરગ્રસ્ત ગામોની મુલાકાત પદાધિકારી, અધિકારી તથા એન.ડી.આર.એફ.ની ટીમે લીધી હતી. નીચાણ વાળા વિસ્તારોના લોકોને નદીના પટમાં ન જવા અને સ્થળાંતરિત કરવા સહિતની સૂચના અપાઈ હતી. જાન માલ હાની ન થાય એ માટેની તંત્ર સાબદુ છે.



ઉપલેટા તાલુકાના કુંઢેચ, લાઠ, મજેઠી, તલંગણા ગામે અતિભારે વરસાદ પડતા ડો. ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા, તાલુકા પંચાયત પ્રમુખ વિનુ ચંદ્રવાડીયા, મામલતદાર, તાલુકા વહીવટી તંત્ર અને એન.ડી.આર.એફ.ની ટીમ સાથે ગામની મુલાકાત લઇ પરિસ્થિતીની સમીક્ષા કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application