નયારા એનર્જીએ યુવા સંચાલિત ચાર સ્ટાર્ટ-અપ્સને સીડ ફંડિંગ અને મેન્ટરશિપ દ્વારા સશક્ત બનાવ્યા

  • May 11, 2023 12:02 PM 

આંતરરાષ્ટ્રીય ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની નયારા એનર્જીએ યુએનડીપી ઈન્ડિયા સાથેની ભાગીદારીમાં 'પ્રોજેક્ટ એક્સેલ' (પ્રોજેક્ટ એક્સેલ) પહેલના ભાગરૂપે ગુજરાતમાં ઈનોવેટિવ અને યુવા-સંચાલિત ચાર સ્ટાર્ટ-અપ્સને ભંડોળ અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. પ્રોજેક્ટ એક્સેલ એ ગુજરાતના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યુવાનોમાં ઈનોવેશન અને ઉદ્યોગસાહસિકતાની તકોને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે યુવા આગેવાની હેઠળનો અનોખો સ્ટાર્ટ-અપ ચેલેન્જ પ્રોગ્રામ છે.


આ પહેલને 400થી વધુ ઉત્સાહી યુવાનો તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો જેમણે આ માટે પોતાની અરજીઓ સોંપી હતી. ઉદ્યોગના નિષ્ણાતો, રોકાણકારો, શિક્ષણક્ષેત્રના નિષ્ણાતો અને જિલ્લા-સ્તરના સરકારી અધિકારીઓની બનેલી પેનલ દ્વારા આકરી પસંદગી પ્રક્રિયા કરવામાં આવી હતી. તેમાંથી યુએનડીપીના આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં પરફોર્મન્સ અને બિઝનેસ પિચની યોગ્યતાના આધારે ચાર વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી.


વિજેતાઓને એક વિશેષ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં દર્શન શાહ (ડેપ્યુટી કલેક્ટર, ગુજરાત સરકાર), નયના ગોરડિયા (ડેપ્યુટી પોલીસ અધિક્ષક, જામનગર) જેવા મહાનુભાવો તથા નયારા એનર્જી, યુએનડીપી  ઈન્ડિયા તથા સેવન્થ સેન્સ ટેલેન્ટ સોલ્યુશન્સના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 


વિજેતા સ્ટાર્ટ-અપ્સે કોવિડ પછીના વિશ્વમાં ટકાઉ અને ઈનક્લુઝિવ ડેવલપમેન્ટ પ્રાપ્ત કરવા માટે કૃષિ અને વેસ્ટ મેનેજમેન્ટ જેવા મહત્ત્વના ક્ષેત્રોને સંબોધતા ઉકેલોની વિવિધ શ્રેણી રજૂ કરી હતી. આ સ્ટાર્ટ-અપ્સમાં બેટરી ચેસિસ સ્પ્રે પંપ, એક વર્મીકમ્પોસ્ટ પ્લાન્ટ અને એક પરંપરાગત અને સસ્ટેનેબલ એમ્બ્રોઈડરી વેન્ચરનો સમાવેશ થાય છે. આ તમામ સમકાલીન પડકારોનો જોરદાર સામનો કરવા માટે સક્ષમ છે. 


આ પહેલના ભાગ રૂપે, નયારા એનર્જી અને યુએનડીપી ઇન્ડિયાએ દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં 35 વિવિધ સંસ્થાઓમાં તાલીમ કાર્યક્રમો પણ યોજ્યા છે. તેમાં કુલ 9 સંસ્થાઓને લાભ અપાયો છે. તેમાં 47 ફેકલ્ટી સભ્યોને પણ તાલીમ આપવામાં આવી હતી જેઓ પ્રોગ્રામના અમલીકરણમાં મદદ કરશે. આ સહયોગનો હેતુ યુવાનોના સશક્તિકરણ માટે જરૂરી સ્કીલ અને સપોર્ટ આપવાનો છે, જેથી તેઓ સમાજમાં અર્થપૂર્ણ યોગદાન આપી શકે.


નયારા એનર્જીએ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) માં તેની કામગીરીને સતત વિસ્તારી છે. તે જે સમુદાયોમાં કાર્ય કરે છે તેની સામૂહિક સમૃદ્ધિ માટે નાયરા પ્રતિબદ્ધ છે. વિવિધ સીએસઆર પહેલ દ્વારા નયારા એનર્જીએ અનેક રાજ્યોમાં સમુદાયો સાથે કાયમી ભાગીદારી સ્થાપી છે અને તેમાં સામેલ તમામ હિતધારકો માટે કાયમી અસર પેદા કરી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application