જામનગરમાં આજે નેશનલ લોક અદાલત ખુલ્લી મુકાઈ, 8,200 કેસોનું સમાધાનથી કરાશે નિકાલ 

  • February 11, 2023 05:17 PM 

જામનગરમાં આજે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરમાં આવેલ જિલ્લા ન્યાયાલય ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ વી.જી.ત્રિવેદી, મેમ્બર સેક્રેટરી આર.એ.ત્રિવેદી, પ્રિન્સિપલ જજ એમ.એસ.સોની, એડીશનલ જજ એમ.આર. ચૌધરી, સરકારી વકીલ જમન ભંડેરી અને બાર એસોસિએશનના પ્રમુખ ભરત સુવાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી નેશનલ લોક અદાલત ખુલ્લી મુકાઈ હતી. લોક અદાલત કાર્યક્રમમાં ન્યાયાધીશો અને વકીલમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.




ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના ઉપક્રમે જામનગર જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ, જામનગર તથા જામનગર બાર એસોસીએશનના સહકારથી આજે દિવાની તેમજ ફોજદારી કેસોના સમાધાનથી નિકાલ કરવા માટે જીલ્લા અને સત્ર ન્યાયલય જામનગર ખાતે નેશનલ લોક અદાલત યોજાઈ છે. જેમાં 8200 થી પણ વધુ કેસોનું સમાધાનથી નિકાલ કરવામાં આવશે અને આ નેશનલ લોક અદાલતનો લાભ લેવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application