બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ભાવનગર ચેપ્ટર દ્વારા રાષ્ટ્રીય પક્ષી નિરીક્ષણ શિબિર

  • January 07, 2023 12:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ભાવનગર ને વિદેશી પક્ષીઓનું મોસાળ ગણવામાં આવે છે. શિયાળાની શરૂઆત થતાં વિદેશના ઘણા બધા પક્ષીઓ ભાવનગર અને ભાવનગર ની આજુબાજુમાં વસવાટ કરે છે. ગુજરાતમાં લગભગ ૬૦૦થી વધારે પ્રજાતિના પક્ષીઓ જોવામાં આવે છે, જેમાં ૨૦૦ થી વધારે પ્રજાતિના પક્ષીઓ ભાવનગર અને ભાવનગર જિલ્લામાં જોવા મળે છે , લગભગ  ૬૦ થી વધુ પ્રજાતિના પક્ષીઓ શિયાળા દરમિયાન ૫ હજાર થી ૭ હજાર માઈલ નું  માઇગ્રેશન કરી અહીં આવે છે.


બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત,  ધર્મકુમારસિંહજી નેચર કન્ઝર્વેશન સોસાયટી ભાવનગર અને બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત ભાવનગર ચેપ્ટર દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો  પક્ષીવિદો માટેનો  બે દિવસીય કાર્યક્રમ ભાવનગરના જુદા જુદા વેટલેન્ડસ તેમજ વેળાવદર કાળિયા રાષ્ટ્રીય અભ્યારણ ખાતે પક્ષીઓના નિરીક્ષણ તેમજ તેમના અભ્યાસ માટેનો રાખવામાં આવેલ જેમાં ગુજરાત અને ભારત ભરના ૪૦ જેટલા પક્ષીવિદો હાજર રહેલ. 


આ બે દિવસીય શિબિર  ભાવનગર એમ કે યુનિવર્સિટીના મરીન સાયન્સ ડિપાર્ટમેન્ટના હેડ ડો.ઈન્દ્ર ગઢવી , ભાવનગરના જાણીતા તબિયત અને પ્રકૃતિવિદ ડો.તેજસ દોશી તેમજ સાયન્સ કોલેજના ઝુઓલોજી ડિપાર્ટમેન્ટ ના હેડ ડો.પ્રવીણ ડોડીયા ના માર્ગદર્શન નીચે આ સમગ્ર કેમ્પનું આયોજન થયેલ.આ બે દિવસે શિબિરમાં પહેલે દિવસે ભાવનગરના કુંભારવાડા વેટલેન્ડ તેમજ નારી રોડ પરના વેટલેન્ડ નો અભ્યાસ કરવામાં આવેલ તેમજ બીજે દિવસે વેળાવદર ખાતે કાળીયા રાષ્ટ્રીય અભ્યારણ ખાતે નો અભ્યાસ કરવામાં આવેલ


આ શિબિર દરમ્યાન વિદેશી પક્ષીઓ જેવા કે ગડવાલ, વિવિધ પ્રકારની ટીલ, કોમન ક્રેન , ડેમોલિસ ક્રેન, યુરોપિયન રોલર ,વિવિધ પ્રકારની વેગેટેઈલ, સ્ટોન ચેટ, પેલીકન, વિવિધ પ્રકારના હેરિયર તેમજ લોકલ પક્ષીઓ જેવા કે ફ્લેમિંગો , બતકની વિવિધ પ્રજાતિઓ પેન્ટેડ સ્ટોક , કોર્મોરેટ, ગ્રે ફ્રેન્કોલીન , કુટ, મુરહેન ઉપરાંત અનેક જાતના પક્ષીઓ તેમજ પ્રાણીઓ જેવા કે કાળિયાર, વુલ્ફ ,હાઇના,  જંગલ કેટ વગેરે નો અભ્યાસ કરવામાં આવેલ.

આ બે દિવસ શિબિર માં પહેલી વખત ગુજરાત બહારના પણ પક્ષીવિદો જોડાયા હતા. પક્ષીવિદો માટે રામસર સાઇટ એટલે કે ૨૫,૦૦૦ થી વધારે પક્ષીઓ કોઈ એક જ જગ્યાએ જોવા મળે તો તેને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે રામસર સાઈટ કહેવાય છે , ભાવનગરના વેટલેન્ડ ને ભલે રામસર સાઈટનો દરજ્જો નથી મળ્યો પરંતુ તે આ સાઇટ્સના બધા જ ક્રાઈટેરિયા પૂર્ણ કરે છે. 


આ સમગ્ર કાર્યક્રમમાં શૈલેષ દીહોરા તેમજ વિશાલ મકવાણા દ્વારા સ્વયંસેવક તરીકે સેવા આપવામાં આવેલ આ ઉપરાંત કાળિયાર રાષ્ટ્રીય અભ્યારણ અને વન વિભાગના સમગ્ર સ્ટાફે ખૂબ સારી વ્યવસ્થા અને સહકાર આપેલ .




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application