ખંભાળિયા શહેરમાં રાજધાની હોટલ પાસે આવેલી એક ઇમારતની છત પર એક નંદી ચડી જતા સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
અહીં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નગરપાલિકાના ફાયર વિભાગની પણ મદદ લેવામાં આવી હતી. બંને ટીમોએ સંકલન અને સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી હતી. જરૂરી સાધનોની મદદથી નંદી મહારાજને કોઈપણ પ્રકારની ઈજા પહોંચ્યા વગર સુરક્ષિત રીતે નીચે ઉતારી સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
રેસ્ક્યુ પૂર્ણ થતાં સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો અને એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ખંભાળિયા નગરપાલિકા ફાયર વિભાગની ઝડપી અને સેવાભાવી કામગીરીની પ્રશંસા કરી હતી.