રાજકોટમાં આ મંદિરમાં પોઠિયાએ પીધું દૂધ, ભોળાના ભક્તો ઉમટ્યા, જુઓ Video...

  • July 10, 2023 05:57 PM 

રાજકોટમાં યાગરાજ નગરના યોગેશ્વર મહાદેવ મંદિરમાં પોઠીયો દૂધ પી રહ્યો છે જેને લઇને અહીંયા વિસ્તારના તમામ લોકો એકત્ર થયા છે અને પોઠિયાને દૂધ પીવડાવી રહ્યા છે.


આમ તો કહેવાય છે અંધશ્રધ્ધામાં લોકો વધુ માને છે પણ આજે એક એવો બનાવ રાજકોટમાં બન્યો છે જેને લઇને લોકો પણ અચંબિત બની ગયા હતા. શહેરના યાગરાજ નગરના યોગેશ્વર મહાદેવ મંદિરના દ્ર્શ્યો કેમેરામાં કેદ થયા છે. આ જગ્યાએ મહાદેવના મંદિરમાં પોઠીયો દૂધ પી રહ્યો છે જેને લઇને લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. એક વ્યક્તિએ દૂધ પીવડાવતા દૂધ પી લેતા વિસ્તારના તમામ લોકોની મંદિરમાં પોઠિયાને દૂધ પીવડાવવા લાઈન લાગી છે. મહત્વનું છે કે, આ પહેલા પણ આ પ્રકારના અનેક બનાવો બની ચૂક્યા છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ આ પ્રકારનો બનાવ બનતા લોકોમાં કુતૂહલ સર્જાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application