રહસ્યમયી જગ્યા, 20 હજાર લોકો અહી થઇ ગયા છે ગુમ 

  • September 26, 2023 07:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

'અલાસ્કા ટ્રાયેન્ગલ'નું રહસ્ય હજુ વણઉકલ્યું છે. આ સ્થળ યુએફો, ભૂત અને બિગફૂટ તેમજ 20 હજારથી વધુ લોકોના રહસ્યમયી રીતે ગાયબ થવા માટે પણ જાણીતું છે. હિસ્ટ્રી ચેનલ કહે છે કે આ વિસ્તારમાં પૃથ્વી પરના બીજે ક્યાંય કરતાં વધુ વણઉકેલાયેલા ગુમ થયેલા લોકોના કેસ છે.


એક નવી ડિસ્કવરી ચેનલ ડોક્યુમેન્ટરીના સભ્યો દ્વારા કેટલાક સૌથી રહસ્યમય યુએફો જોનારા સાક્ષીઓની મુલાકાત લીધી છે,  અહેવાલ મુજબ વેસ સ્મિથ કહે છે કે તેણે 'ખૂબ જ વિચિત્ર' ત્રિકોણાકાર વસ્તુઓ જોઈ,  ઓછી ઉંચાઈ પર ઉડતા રહસ્યમય વાહનો સાવ શાંત હતા અને ડ્રોન જેવો અવાજ પણ કરી રહ્યા ન હતા.



જ્યાં વેસ સ્મિથે આ અદ્ભુત દ્રશ્ય જોયું. ત્યાંથી માત્ર 11 માઈલ દૂર અલાસ્કામાં રહેતા અન્ય એક વ્યક્તિ માઈકલ ડિલને આ રહસ્યમય પ્લેનને પોતાના કેમેરામાં કેદ કરી લીધું હતું. તે વિમાન યુએફઓ જેવું હતું. અલાસ્કા ત્રિકોણના રહસ્યો માત્ર આકાશ સુધી મર્યાદિત નથી. 1970 થી, દક્ષિણમાં એન્કોરેજ અને જુનેઉથી ઉત્તર કિનારે ઉત્કિયાગવિક સુધીના 20,000 થી વધુ લોકો રહસ્યમયી રીતે ગાયબ થયા છે.


અનુભવી રેસ્ક્યું ટીમ મેમ્બર્સએ અલાસ્કામાં ભૂતિયા અવાજો સાંભળ્યા છે. અલાસ્કાના આકાશમાં દેખાતી લાઇટ માટે કેટલીક અજાણી ભૌતિક ઘટના જવાબદાર છે કે કેમ તે એક રહસ્ય રહે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application