પ્લેનમાં ૧૪ લોકો સવાર હતા ; હાલ ૬ને બચાવી હોસ્પિટલ ખસેડાયા ; મ્યાનમારમાં સેના અને વિદ્રોહીઓ વચ્ચે લડાઈ દરમિયાન ૨૭૬ સૈનિકો મિઝોરમમાં પ્રવેશ્યા હતા
ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્ય મિઝોરમના લેંગપુઈ એરપોર્ટ પર આજે એક મોટી દુર્ઘટના થઈ. રાજધાની આઈઝોલ નજીક લેંગપુઈ એરપોર્ટ પર મ્યાનમાર આર્મીનું પ્લેન ક્રેશ થયું છે. લેંગપુઇ એરપોર્ટ એ આઇઝોલ નજીક સ્થિત સ્થાનિક એરપોર્ટ છે. સૂત્રોએ જણાવ્યું છે કે સૈન્ય વિમાન મ્યાનમારથી સૈનિકોને એરલિફ્ટ કરવા માટે આવ્યું હતું જેઓ ભારત-મ્યાનમાર સરહદ પાર કરીને ગયા અઠવાડિયે મિઝોરમમાં પ્રવેશ્યા હતા. ૬ સૈનિકો અને પાઈલોટને ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ અન્ય લોકો માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
અહેવાલ મુજબ મિઝોરમ ડીજીપીએ કહ્યું, 'મ્યાનમાર આર્મી પ્લેન ક્રેશ થવાને કારણે છ લોકો ઘાયલ થયા છે. વિમાનમાં પાયલટ સહિત ૧૪ લોકો સવાર હતા. ઘાયલોને લેંગપુઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રારંભિક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મ્યાનમારમાં સેના અને વિદ્રોહીઓ વચ્ચે લડાઈ ચાલી રહી છે, જેના કારણે સૈનિકો ભાગીને મિઝોરમના લાંગટલાઈ જિલ્લામાં ઘૂસી ગયા છે. આ સૈનિકોને લેવા માટે વિમાન ભારત આવ્યું હતું.
પ્રારંભિક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે લેંગપુઇ એરપોર્ટના રનવે પર લેન્ડિંગ વખતે પ્લેનને નુકસાન થયું હતું. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે આસામ રાઈફલ્સના એક અધિકારીએ કહ્યું કે ભારતે મ્યાનમારના ૧૮૪ સૈનિકોને તેમના દેશમાં પાછા મોકલી દીધા છે. ગયા અઠવાડિયે મ્યાનમારના ૨૭૬ સૈનિકો મિઝોરમમાં પ્રવેશ્યા હતા, જેમાંથી ૧૮૪ સૈનિકોને સોમવારે પાછા મોકલવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, મ્યાનમાર એરફોર્સનું વિમાન લેંગપુઈ એરપોર્ટ પર પહોંચ્યું અને ૧૮૪ સૈનિકો તેમાં સવાર થઈને તેમના દેશના રખાઈન રાજ્યના સિત્તવે ગયા. બાકીના ૯૨ સૈનિકોને મંગળવારે મ્યાનમાર મોકલવામાં આવી રહ્યા છે. ૧૭ જાન્યુઆરીના રોજ, મ્યાનમારના સૈનિકો શસ્ત્રો અને દારૂગોળો સાથે દક્ષિણ મિઝોરમના લંગટલાઈ જિલ્લામાં ભારત-મ્યાનમાર-બાંગ્લાદેશ ત્રિજંક્શન પર આવેલા બંદુકબંગા ગામમાં પ્રવેશ્યા અને આસામ રાઈફલ્સનો સંપર્ક કર્યો. અધિકારીઓએ જણાવ્યું હતું કે મ્યાનમારના સૈનિકોને નજીકના આસામ રાઈફલ્સ કેમ્પમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમાંથી મોટા ભાગનાને બાદમાં લુંગલેઈ મોકલવામાં આવ્યા હતા. ત્યારથી, સૈનિકો આસામ રાઇફલ્સની દેખરેખ હેઠળ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech