'મારું રાજ્ય સળગી રહ્યું છે...'પ્રસિદ્ધ બોક્સર એમસી મેરી કોમે માંગી કેન્દ્ર સરકાર પાસે મદદ

  • May 04, 2023 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રસિદ્ધ બોક્સર એમસી મેરી કોમે ગુરુવારે મણિપુરમાં ફાટી નીકળેલી હિંસાને રોકવા માટે કેન્દ્રની મદદ માંગી હતી. બુધવારે અહીં આદિવાસી આંદોલન દરમિયાન હિંસા ફાટી નીકળી હતી, જેના પગલે રાજ્યમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સેના અને આસામ રાઈફલ્સને મોકલવામાં આવી હતી.

ચંદ્રક વિજેતા બોક્સરે તેના ટ્વિટર પર રાજ્યમાં ચાલી રહેલી હિંસાની તસવીરો શેર કરી હતી. આ પોસ્ટમાં તેણે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહને પણ ટેગ કર્યા છે. કેન્દ્રીય મંત્રીઓને ટેગ કરતાં મેરી કોમે કહ્યું- મારું રાજ્ય સળગી રહ્યું છે, કૃપા કરીને મદદ કરો.

  
સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે રાજ્યની પોલીસ સાથે સેના અને આસામ રાઇફલ્સને રાત્રે જ રાજ્યમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે દોડી આવી છે. સવાર સુધીમાં ફોર્સ બદમાશોની ધરપકડ કરવામાં સફળ રહી હતી.

ભારતની મહિલા બોક્સર મેરી કોમ રાજ્યસભાની સાંસદ રહી ચુકી છે. પોતાના રાજ્યમાં ફાટી નીકળેલી આ હિંસા પર પત્રકારો સાથે વાત કરતા તેમણે સરકારને શાંતિ અને સુરક્ષાની અપીલ કરી હતી. તેમણે કહ્યું- "મણિપુરમાં સ્થિતિ જોવી બિલકુલ સારી નથી. ગઈકાલે રાતથી રાજ્યમાં સ્થિતિ બગડી ગઈ છે. આ મામલે હું કેન્દ્ર સરકારને અપીલ કરું છું કે તે મહત્વપૂર્ણ પગલાં લે અને રાજ્યમાં શાંતિ અને સુરક્ષા પ્રદાન કરે. હિંસામાં ઘણા લોકોએ તેમના પરિવારો ગુમાવ્યા છે. રાજ્યમાં વહેલી તકે સ્થિતિ સામાન્ય થઈ જવી જોઈએ."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application