અમરેલીના ઝર ગામમાં મુસ્લિમ પરિવારે કરાવ્યું રામ મંદિરનું પુન: નિર્માણ: જમીન પણ આપી દાનમાં

  • May 11, 2023 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મુસ્લિમ પરિવારે અગાઉ મંદિર બાંધવા જમીન દાનમાં આપી હતી: રામ મંદિરની પ્રાણ પ્રતિા પછી આખા ગામ માટે જમણવાર રાખવામાં આવ્યો હતો




હિન્દુ અને મુસ્લિમો વચ્ચે કોમી રમખાણોના સમાચાર જેટલું દુ:ખ પહોંચાડે છે તેટલી જ રાહત યારે તેમણે એકમેકની મદદ કરી હોય તેવા કિસ્સા વાંચીએ ત્યારે મળે છે. હાલમાં જ આવો કિસ્સો સામે આવ્યો છે યાં રામ મંદિર બંધાવવા માટે મુસ્લિમોએ મદદ કરી છે. અમરેલી જિલ્લાના દરિયાઈ વિસ્તારોમાં ૨૦૨૧માં તાઉકતે વાવાઝોડાએ વિનાશ વેર્યેા હતો. તેમાં ઝર ગામે આવેલા ભગવાન શ્રીરામના મંદિરને પણ નુકસાન થયું હતું. કોમી એકતાની સુવાસ ફેલાવતાં એક મુસ્લિમ પરિવારે આ મંદિર ફરી બંધાવી આપ્યું છે. વર્ષેા પહેલા ઝર ગામમાં એક મુસ્લિમ દ્રારા જ આ મંદિર બંધાવવા માટે જમીન દાન કરવામાં આવી હતી. હવે મંદિરનું પુન:નિર્માણ થયું છે ત્યારે તેના ઉદ્ધઘાટનમાં રામ કથાકાર મોરારિ બાપુ સહિતના ધાર્મિક આગેવાનો હાજર રહ્યા હતા. કાલે મંદિરનું ઉધ્ઘાટન કરવામાં આવ્યું હતું.





ગામની કોમી એકતાને જાળવી રાખતાં દાઉદભાઈ લાલિયાના પરિવારે મંદિર ફરી બંધાવવાની જવાબદારી ઉપાડવાની સાથે તેનું પરિસર પણ વિસ્તાયુ, જેથી વધુમાં વધુ ભકતો દર્શનાર્થે આવી શકે. દાઉદભાઈના પરિવારે લાખો પિયા ખર્ચીને મંદિરનું પુન:નિર્માણ કરાવ્યું અને તેમના ભત્રીજાઓએ મંદિરની જગ્યા મોટી કરવા માટે જમીન આપી હતી. સત્તાધારમાં આવેલા સત્તાધાર મંદિરના મુખ્ય પૂજારી વિજયદાસ બાપુના હસ્તે મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણપ્રતિા કરવામાં આવી હતી. જે  બાદ લાલિયા પરિવારે આખા ગામ માટે જમણવાર રાખ્યો હતો. ૧૦૦ મુસ્લિમો સહિત ગામમાં ૧૨૦૦ લોકોની વસ્તી છે.





લગભગ ૧૦ ધાર્મિક આગેવાનોની હાજરીમાં સતં સભાનું આયોજન કરવામાં આવ્યું. આ સતં સભા લાલિયા પરિવારના ઘરે યોજવામાં આવી હતી. અમે કયારેય એકબીજા વચ્ચે હિન્દુ–મુસ્લિમનો ભેદ રાખ્યો નથી. અમારા ગામમાં બંને કોમના લોકો વચ્ચે ભાઈચારો હંમેશાથી રહ્યો છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે દુનિયામાંથી ધર્મના નામે થતી લડાઈઓ બધં થઈ જાય, તેમ દાઉદભાઈએ જણાવ્યું. દાઉદભાઈ લાલિયા ગામના સમૃદ્ધ ખેડૂત છે અને તેમનો પરિવાર પેઢીઓથી ઝર ગામમાં રહે છે.





દાઉદભાઈનું કહેવું છે કે, રામ મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિા વખતે મોરારિ બાપુ હાજર રહે તેવું સપનું તેમણે સેવ્યું હતું. પ્રાણપ્રતિા દરમિયાન હાજર રહેલા કથાકાર મોરારિ બાપુએ કહ્યું, કોમી એકતા તો આપણા દેશની સંસ્કૃતિના મૂળમાં રહેલી છે. થોડા સમય માટે આ ભાવના કલંકિત થઈ હતી પરંતુ દાઉદભાઈ જેવા લોકો પોતાના સદકાર્યેાથી તે ધબ્બાને મીટાવી રહ્યા છે.




કોંગ્રેસના વરિ નેતા સ્વર્ગસ્થ અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં. તેમણે કહ્યું, આજે પણ ભારતના ગામડાઓમાં કોમી એકતા જોવા મળે છે. આજે દેશમાં કોમવાદ વધ્યો છે ત્યારે દાઉદભાઈ અને તેમનો પરિવાર ભવિષ્ય આનાથી જુદું અને સુવર્ણ હશે તેની આશા આપે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application