મુંબઈ ઈન્ડિયન્સે કરી મોટી જાહેરાત, આ દિગ્ગજ ભારતીય ક્રિકેટર તથા ઈંગ્લેન્ડ ટીમના પૂર્વ કેપ્ટન ને ટીમમાં કર્યા શામેલ

  • February 07, 2023 04:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

IPLના માહોલમાં મુંબઈ ઈન્ડિયન્સે એક મોટી જાહેરાત કરી છે. ફ્રેન્ચાઇઝીએ તેના સપોર્ટ સ્ટાફની જાહેરાત કરી છે. ટીમે ત્રણ મોટા નામોની જાહેરાત કરી છે જે આગામી સિઝન માટે ટીમ સાથે જોડાશે. જેમાં ભારતની દિગ્ગજ મહિલા ક્રિકેટરનું પણ એક નામ છે. આ સિવાય દિગ્ગજ અંગ્રેજ ક્રિકેટર અને કોચને મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા પ્રથમ સિઝન માટે તેમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.


મુંબઈની ટીમે વિમેન્સ પ્રીમિયર લીગ (WIPL) માટે તેના કોચિંગ સ્ટાફના નામોની જાહેરાત કરી છે. પૂર્વ ભારતીય ખેલાડી ઝુલન ગોસ્વામીને મહત્વની જવાબદારી મળી છે. ઝુલન ગોસ્વામી વિમેન્સ પ્રીમિયર લીગમાં મુંબઈની ટીમની મેન્ટર ઉપરાંત બોલિંગ કોચ પણ રહેશે.


જ્યારે મુંબઈની ટીમ દ્વારા શાર્લોટ એડવર્ડ્સને મુખ્ય કોચની જવાબદારી સોંપવામાં આવી છે. શાર્લોટ એડવર્ડ્સ ઈંગ્લેન્ડની મહિલા ટીમની પૂર્વ કેપ્ટન રહી ચૂકી છે. આ સિવાય પૂર્વ ભારતીય ક્રિકેટર દેવિકા પાલશીકરને બેટિંગ કોચ બનાવવામાં આવ્યા છે.


તેમણે પોતાના પોસ્ટમાં નોંધ્યું હતું કે, “શાર્લોટ એડવર્ડ્સ, ઝુલન ગોસ્વામી અને દેવિકા પાલશીકરને આવકારતાં મને આનંદ થાય છે. રમતગમતમાં વધુને વધુ મહિલાઓને માત્ર ખેલાડીઓ તરીકે જ નહીં, પણ કોચ, સંચાલકો અને સહાયક સ્ટાફ તરીકે ઉત્કૃષ્ટ દેખાવાનું અદ્ભુત છે. ભારતમાં મહિલા રમતગમત માટે આ એક રોમાંચક સમય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application