જામનગર : ફલ્લાનાં આજકાલના પ્રેસ પ્રતિનિધિના પુત્રની સ્મૃતિમાં કાલે અનેકવિધ સેવાકાર્યો
અબોલ જીવને લાડુ, ઘાસ, ગૌશાળામાં દાન, રાત્રે સત્સંગ સહિતની સેવા પ્રવૃતિઓ
જામનગર તાલુકાના ફલ્લા વિસ્તારમાં આજકાલના પ્રેસ પ્રતિનિધિ મુકેશ વરિયાના સ્વ.પુત્ર યશ વરિયાની કાલે સતરમી પુણ્યતિથિ છે. સ્વ.યશ જે શાળામાં અભ્યાસ કરતો હતો તે વિવેકાનંદ પ્રાથમિક શાળાના બાળકોને સરકારી શાળા તથા ગામના બાળકોનું બટુક ભોજન, વાછરડાને દિવેલ, પક્ષીઓને ચણ, ગાયોને ઘાસ, કુતરાઓને લાડુ, બહારગામની ગૌશાળામાં દાન તથા રાત્રે સત્સંગ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છ. અત્રે ઉલ્લેખનીય છે કે આજથી ૧૭ વર્ષ પહેલા સ્વ. યશ વરિયાનું શાળામાં જ ઉલ્ટી ગયા બાદ આકસ્મિક નિધન થયું હતું. શાળામાં અવ્વલ નંબર મેળવનાર યશની પુણ્યતિથિ નિમિતે દર વર્ષે ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે.
આજકાલના પત્રકાર મુકેશ વરીયા દ્વારા તેમના પુત્ર સ્વ. યશ વરીયાની પૂણ્યતથિિ નિમિતે દર વર્ષે વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે. જેમાં ગાયોને ઘાસચારો, ગરીબ બાળકોને ભોજન સહિત ગૌશાળામાં દાન અને રાત્રે સત્સંગ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજીને પૂણ્યતિથિ નિમિતે શ્રઘ્ધાંજલિ પાઠવવામાં આવે છે.