MS ધોનીએ રચ્યો ઈતિહાસ, IPLમાં આવું કારનામું કરનાર પ્રથમ ખેલાડી બન્યો

  • May 05, 2024 11:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે પંજાબ કિંગ્સને 28 રને હરાવ્યું છે. આ મેચમાં જીત નોંધાવીને CSKની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. પંજાબ સામે ચેન્નાઈ તરફથી રવિન્દ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે બેટ અને બોલથી શાનદાર પ્રદર્શન કર્યું. તેના કારણે જ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ મેચ જીતવામાં સફળ રહી હતી. આ જ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની ફિલ્ડિંગથી એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.


પંજાબ કિંગ્સ સામેની મેચમાં મહેન્દ્ર સિંહ ધોની 9મા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. પરંતુ તે હર્ષલ પટેલના બોલ પર ગોલ્ડન ડક બની ગયો હતો. ત્યારબાદ ફિલ્ડિંગ કરતી વખતે તેણે સિમરજીત સિંહના બોલ પર જીતેશ શર્માનો કેચ પકડ્યો હતો. આ સાથે ધોની IPLના ઈતિહાસમાં 150 કેચ ઝડપનાર એકમાત્ર ખેલાડી બની ગયો છે. તેના પહેલા કોઈપણ ખેલાડી આઈપીએલમાં 150 કેચ પકડી શક્યો ન હતો. ધોનીએ આઈપીએલમાં વિકેટકીપર તરીકે 146 કેચ અને ફિલ્ડર તરીકે ચાર કેચ લીધા છે. આ યાદીમાં દિનેશ કાર્તિક બીજા નંબરે છે. તેણે 144 કેચ લીધા છે, જેમાંથી તેણે વિકેટકીપર તરીકે 136 કેચ અને ફિલ્ડર તરીકે 8 કેચ લીધા છે.

150 - એમએસ ધોની (વિકેટકીપર તરીકે 146, ફિલ્ડર તરીકે 4 કેચ)
144 - દિનેશ કાર્તિક (વિકેટકીપર તરીકે 136 કેચ, ફિલ્ડર તરીકે 8 કેચ)
118 - એબી ડી વિલિયર્સ (ફિલ્ડર તરીકે 90 કેચ, વિકેટકીપર તરીકે 28 કેચ)

113 - વિરાટ કોહલી
109 - સુરેશ રૈના



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News