શ્રી ડી.સી.સી. વિ. હાઇસ્કુલ ખાતે રમતોત્સવ

  • January 02, 2023 05:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 શ્રી ડી.સી.સી. વિ. હાઇસ્કુલ અને શ્રી એન.ડી. શાહ હાયર સેક્ધડરી વિદ્યાલય, જામનગર ખાતે નહેરૂ યુવા કેન્દ્ર, જામનગરના ઉપક્રમે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કબડી, ખોખો, વોલીબોલ, રસ્સા ખેંચ, ૧૦૦ મીટર દોડ અને ૨૦૦ મીટર દોડની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળાના ૨૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો.


વિજેતાઓને નહેરૂ યુવા કેન્દ્ર, જામનગર દ્વારા મેડલ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. સમગ્ર રમતોત્સવનું આયોજન શાળાના શિક્ષકો જગજીવન ગોધાણી, એસ.કે. રાજકોટીયા અને સંદીપભાઇ ચાવડા દ્વારા કરવામાં આવ્યું.


શાળાના આચાર્ય જયકુમાર રાઠોડ તથા શ્રી વિદ્યોતેજક મંડળના પ્રમુખ અને તમામ હોેદારોએ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવેલ. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application