ઇન્ટરનેટ વગર પણ મોબાઇલમાં મૂવી અને લાઇવ ટીવી જોઈ શકાશે, આ રીતે બનશે શક્ય

  • August 05, 2023 02:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટૂંક સમયમાં તમે ઇન્ટરનેટ કનેક્શન વિના તમારા મોબાઇલ ફોન પર લાઇવ ટીવી અને મૂવીઝનો આનંદ માણી શકશો. જો દરેક વ્યક્તિ D2M ટેક્નોલોજી પર સહમત થાય તો માર્કેટમાં નવી ક્રાંતિ આવશે.


ઈન્ટરનેટ આપણા બધાની જરૂરિયાત બની ગઈ છે. તેના વિના આપણો ફોન માત્ર એક બોક્સ છે. એવા ઘણા લોકો છે જે ઇન્ટરનેટ વિના જીવી શકતા નથી. એટલે કે તેમને ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરવાની જબરદસ્ત આદત પડી ગઈ છે. ટૂંક સમયમાં તમે ઇન્ટરનેટ વિના પણ તમારા સ્માર્ટફોન પર લાઇવ ટીવી અને મૂવીઝ જોઈ શકશો. એટલે કે જે ચેનલો તમે હાલમાં ઇન્ટરનેટની મદદથી એક્સેસ કરો છો. તમે તેને ઇન્ટરનેટ વિના મફતમાં જોઈ શકશો. એટલે કે તમારે કોઈ સબસ્ક્રિપ્શન લેવાની જરૂર નથી. ડાયરેક્ટ-ટુ-મોબાઈલ એટલે કે D2M બ્રોડકાસ્ટિંગ ટેક્નોલોજી દ્વારા શક્ય બનશે.


જેમ તમે DTH અને કેબલ દ્વારા વિવિધ ચેનલો જોઈ શકો છો તેવી જ રીતે D2M ટેક્નોલોજીની મદદથી તમે તમારા ફોન પર ઈન્ટરનેટ વગર લાઈવ ટીવી, મૂવીઝ અને અન્ય મલ્ટીમીડિયા કન્ટેન્ટ જોઈ શકશો. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ આ બાબતથી વાકેફ સરકારી અધિકારીઓએ જણાવ્યું કે ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT), સૂચના અને પ્રસારણ મંત્રાલય (MIB) તેમજ IIT-કાનપુર આ ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે. આ અંગે આગામી સપ્તાહે બેઠક યોજાઈ શકે છે. આ બેઠક બાદ આ મામલે અંતિમ નિર્ણય પણ આવી શકે છે.


ટેલિકોમ કંપનીઓ D2M ટેક્નોલોજીનો વિરોધ કરી શકે છે કારણ કે તેનાથી તેમના ડેટા રિચાર્જને અસર થશે. જ્યારે લોકો મફતમાં લાઈવ ટીવી વગેરે જોઈ શકશે ત્યારે તેઓ ડેટા રિચાર્જ ઘટાડશે અને તેનાથી ટેલિકોમ કંપનીઓને નુકસાન થશે.


રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સરકારનું માનવું છે કે 5G લોન્ચ થયા બાદ બ્રોડકાસ્ટ અને બ્રોડબેન્ડ દ્વારા કન્ટેન્ટ પહોંચાડવા માટે કન્વર્જન્સ હોવું જોઈએ. હાલમાં ટીવીની પહોંચ લગભગ 210-220 મિલિયન ઘરો સુધી મર્યાદિત છે જ્યારે ભારતમાં 800 મિલિયન સ્માર્ટફોન વપરાશકર્તાઓ છે. આ સંખ્યા 2026 સુધીમાં લગભગ 1 અબજ સુધી પહોંચી શકે છે. એટલા માટે સરકાર ઈચ્છે છે કે ચેનલોનું પ્રસારણ મોબાઈલમાં પણ થવુ જોઈએ જેથી જરૂરી માહિતી લોકો સુધી પહોંચાડી શકાય. રિપોર્ટ અનુસાર ઈન્ટરનેટ પર આવતા 80% ટ્રાફિક વીડિયોથી આવે છે. આ ટીવી તેમજ મોબાઈલને પ્રસારણ વિતરણ માટે એક આદર્શ ઉમેદવાર બનાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application