ભાવનગર શહેરના વાઘાવાડી રોડ વિસ્તારમાંથી મહાપાલિકા દ્વારા ૩૦થી વધુ દબાણો હટાવાયા

  • January 20, 2023 08:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

દબાણ હટાવ સેલ દ્વારા દક્ષિણામૂર્તિ સ્કૂલ નજીક કાર્યવાહી કરવામાં આવી 


ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વાઘાવાડી રોડ વિસ્તારમાંથી  આજે શુક્રવારે સવારે ૩૦થી વધુ દબાણો હટાવ્યા હતા.આથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો.


ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા  આજે શુક્રવારે શહેરના  વાઘાવાડી રોડ વિસ્તારમાં  દક્ષિણામૂર્તિ સ્કૂલ નજીકથી કેબિનો ,બાંકડા  સહિતના ૩૦થી વધુ દબાણો હટાવાયા હતા.આથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો.


આ વિસ્તારમાંથી પતરા,છાપરા સહિતના કેટલાક ગેરકાયદે દબાણ હટાવાયા હતા તેમ ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલના વડા અજીતસિંહ સોલંકીએ જણાવ્યું હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application