ધોરાજીમાં માતમ, તાજીયા દરમિયાન વીજકરંટ લાગતા 24થી વધુ ઘાયલ, 2ના મોત

  • July 29, 2023 02:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજરોજ ધોરાજીમાં તાજીયા દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. તાલુકાના રસલપુરા વિસ્તારમાં જુલુસ અને તાજીયા દરમિયાન કેટલાક લોકોને વીજ કરંટ લાગ્યો હોવાનો ઘટના બની છે. જે બાદ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


સૂત્રો મુજબ આ ઘટનામાં 2 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તો, 3થી 4ની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, દેશભરના મુસ્લિમો આજે મહોરમ પર્વ મનાવી રહ્યું છે. એવામાં દેશના 2 ભાગોમાં તાજીયા દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે. ઝારખંડના બોકારોમાં પણ લગભગ 6 વાગ્યે બોકારોના બર્મો વિસ્તારમાં લોકો તાજીયા જુલુસ કાઢી રહ્યા હતા. જે દરમિયાન તાજીયા 11000 વોલ્ટના વાયરને અડકી જતા જુલુસમાં રાખવામાં આવેલી બેટરીમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.


તો બીજી તરફ રાજકોટના ધોરાજીમાં વહેલી સવારે પણ આવી જ એક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. રસુલપરામાં જુલૂસ દરમિયાન તાજીયો વીજ લાઈનને અડી જતાં 24 જેટલા લોકોને કરંટ લાગ્યો હતો. જે બાદ આ તમામને 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ધોરાજીની સરકારી અને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે આખા શહેરમાં ચકચાર મચી ગઈ છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application