સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામના સ્થાપક અને સીઈઓ પાવેલ દુરોવે ખુલાસો કર્યો છે કે 12 દેશોમાં તેમના 100 થી વધુ બાળકો છે. તેણે આ પાછળની કહાની આગળ જણાવી છે. તેણે જણાવ્યું કે તે છેલ્લા 15 વર્ષથી જરૂરિયાતમંદ કપલને સ્પર્મ ડોનેટ કરી રહ્યો છે. જો કે તેની શરૂઆત એટલી સરળ ન હતી, પહેલા તેણે તેને ગાંડપણ માન્યું પરંતુ પછી એક ઘટનાએ તેની વિચારસરણીને સંપૂર્ણપણે બદલી નાખી અને આ કામને તેમણે સમાજ પ્રત્યેની પોતાની ફરજ પણ ગણાવી હતી.
પાવેલ દુરોવ ટેલિગ્રામના સ્થાપક છે. ફોર્બ્સ અનુસાર, 2024માં તેમની અંદાજિત સંપત્તિ 1550 મિલિયન યુએસ ડોલર છે. અબજોપતિ ઉદ્યોગપતિ પોવેલે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તે 12 દેશોમાં 100 થી વધુ બાળકોના પિતા છે. તેણે દાવો કર્યો હતો કે આ તમામ બાળકો તેના દાન કરેલા સ્પર્મથી જન્મ્યા છે. તેણે કહ્યું કે આ બધું 15 વર્ષ પહેલા શરૂ થયું જ્યારે તેનો મિત્ર તેની પાસે વિચિત્ર વિનંતી લઈને આવ્યો. પોવેલના કહેવા પ્રમાણે, તેના મિત્રને સંતાન નહોતું. તેથી પતિ-પત્ની બંને તેમની પાસે આવ્યા અને તેમને મદદ કરવા વિનંતી કરી.
પાવેલે જણાવ્યું કે તેના મિત્રની ઘણી વિનંતી બાદ તે ક્લિનિકમાં જઈને સ્પર્મ ડોનેટ કરવા માટે રાજી થયો અને ત્યારે જ તે અને તેની પત્ની એક સ્વસ્થ બાળકના માતા-પિતા બન્યા. પોવેલે કહ્યું, "પ્રથમ તો હું હસવા લાગ્યો, પરંતુ પછી મને સમજાયું કે તેઑ ખૂબ ગંભીર હતા." આ પછી તેણે કહ્યું કે અહીંથી તેની સ્પર્મ ડોનેશનની સફર શરૂ થઈ. "મને હમણાં જ જાણવા મળ્યું કે મારી પાસે 100 થી વધુ જૈવિક બાળકો છે. જે માણસે ક્યારેય લગ્ન કર્યા નથી અને હંમેશા એકલા રહેવાનું પસંદ કર્યું છે તેના માટે આ કેવી રીતે શક્ય છે?"
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech