BREAKING NEWS

હાપા યાર્ડમાં ૧૦ હજાર મણથી વધુ ઘઉં ઠલવાયા, મરચાના મણના ૨૦૦૦ થી ૬૦૦૦ સુધીના ભાવ બોલાયા

  • April 14, 2026 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  

હાપા યાર્ડમાં ૧૦ હજાર મણથી વધુ ઘઉં ઠલવાયા


મરચાના મણના ૨૦૦૦ થી ૬૦૦૦ સુધીના ભાવ બોલાયા


હાપા માર્કેટીંગ યાર્ડમાં સોમવારે ઉઘડતી બજારે પણ કુલ સરેરાશ આવક ઓછી જોવા મળી હતી, જેમાં સૌથી વધુ આવક ઘઉંની નોંધાઇ હતી, જે ૧૦૯૫૦  મણ અને ૪૩૮૦ ગુણી ઠલવાઇ હતી, જે ૫૯ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી, જેનો ભાવ મણનો ૪૦૦ થી લઇને ૫૧૮ સુધી ભાવ બોલાયા હતાં. ગૃહીણીઓને ઘરમાં મસાલા ભરવાની સીઝન શરૂ થઇ હોય, મરચાના ભાવ સૌથી વધુ તમામ જણસીઓમાં બોલાયા હતાં, જે ૨૦૦૦ થી ૬૦૦૦ સુધીના સોદા પડ્યા હતાં. 



હાપા યાર્ડમાં સોમવારના રોજ થયેલ જણસીના ભાવ પર દ્રષ્ટીપાત કરીએ તો  જુવાર ૭૫૦ થી ૮૨૫, બાજરી ૩૫૦ થી ૪૫૦, અળદ ૧૦૦૦ થી ૧૨૦૦, તુવેર ૧૦૦૦ થી ૧૫૭૫, વાલ ૭૦૦ થી ૯૦૫, મેથી ૫૦૦ થી ૧૫૦૦, ચણા ૧૦૦૦ થી ૧૧૦૩, મગફળી જીણી ૧૦૦૦ થી ૧૪૮૦, મગફળી જાડી ૧૦૫૦ થી ૧૫૧૫, એરન્ડા ૧૦૦૦ થી ૧૨૨૧, રાયડો ૧૧૦૦ થી ૧૨૩૫, રાય ૧૧૦૦ થી ૧૩૧૦, લસણ ૭૭૫ થી ૧૫૬૦, કપાસ ૧૨૦૦ થી ૧૭૭૦, જીરૂ ૩૭૦૦ થી ૪૦૦૦, અજમો ૧૨૦૦ થી ૪૨૪૦, અજમાની ભુસી ૧૦૦ થી ૨૩૦૦, ધાણા-ધાણી ૧૭૦૦ થી ૨૬૦૦, મરચા ૨૦૦૦ થી ૬૦૦૦, ડુંગળી સુકી ૪૦ થી ૨૧૫, સોયાબીન ૯૦૦ થી ૧૦૯૦, વટાણા ૪૯૦ થી ૯૬૦, કલોંજી ૭૦૦ થી ૩૧૦૦ બોલાયા હતાં.


હાપા યાર્ડમાં સોમવારે કુલ જણસ ૫૯૬૬૧ મણ, ૨૫૯૫૫ ગુણી જે ૧૪૩૧ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી, ભાવમાં પ્રથમ ક્રમાંકે મરચા, દ્વિતીય ક્રમાંકે અજમો અને ત્રીજા ક્રમાંકે જીરૂ રહેવા પામ્યા હતાં તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેશભાઇ એ. પટેલની યાદીમાં જણાવાયું છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News